તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર્દીઓ માટે સુવિધા:અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે હવે કેસલેશ સુવિધા ઉભી કરવામાં આવી

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
20થી વધુ દર્દીઓએ કેશલેસ સુવિધાની મદદથી કોરોનાની સારવારનો લાભ મેળવ્યો - Divya Bhaskar
20થી વધુ દર્દીઓએ કેશલેસ સુવિધાની મદદથી કોરોનાની સારવારનો લાભ મેળવ્યો
  • મણિનગરમાં આવેલી આરના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કેસલેશ સિસ્ટમ ઉભી કરવામાં આવી

કોરોનાનો કહેર ફરી એકવાર શરૂ થયો છે. અમદાવાદમાં કેસોની સંખ્યામાં વધારો થયો છે અને ખાનગી હોસ્પિટલમાં પણ ધીરે ધીરે દર્દીઓ વધી રહ્યા છે. કોરોનામાં કેટલાક દર્દીઓ વીમાના દાવાની રકમના સેટલમેન્ટ્સ, તેમાં થતી મોટી રકમની કપાત તથા ક્યારેક ક્લેઈમ નકારવા જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે ત્યારે આ દર્દીઓને રાહત મળે તે માટે અમદાવાદના મણિનગરમાં આવેલી આરના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કોરોનાના દર્દીઓને કેશલેસ સુવિધા પૂરી પાડતી ગુજરાતની પ્રથમ અને એકમાત્ર હોસ્પિટલ બની છે. છેલ્લાં 3 મહિનામાં 20થી વધુ દર્દીઓએ કેશલેસ સુવિધાની મદદથી કોરોનાની સારવારનો લાભ મેળવ્યો છે.

દર્દીઓ તરફથી સંતોષકારક પ્રતિભાવ સાંપડ્યો
આરના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ચેરમેન ડો. રોહિત જોશીએ જણાવ્યું હતું કે કોરોનાના લીધે લોકોને આર્થિક અને શારીરિક એમ બંને રીતે દર્દીઓ અને તેના પરિવારને ઘણું સહન કરવું પડ્યું છે. કેશલેસ સારવારની સુવિધાના અભાવને પગલે દર્દીઓ હેલ્થ ઈન્સ્યોરન્સ ધરાવતા હોવા છતાં તેમને ક્લેઈમ રિજેક્શન, દાવાની રકમની ચૂકવણીમાં વિલંબ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો અને તેમણે પોતાની બચતમાંથી અથવા તો ઉધાર લઈને પણ તોતિંગ રકમના મેડિકલ બિલની ચૂકવણી કરવાની ફરજ પડતી હતી. હોસ્પિટલ દ્વારા ડિસેમ્બર 2020થી કેશલેસ સુવિધા ઉપલબ્ધ કરવાની શરૂઆત કરી હતી, જેનો દર્દીઓ તરફથી અમને સંતોષકારક પ્રતિભાવ સાંપડ્યો છે.

આરના હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે કેશલેસ સારવાર ઉપલબ્ધ કરવામાં આવી
આરના હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે કેશલેસ સારવાર ઉપલબ્ધ કરવામાં આવી

આરના હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની કેશલેસ સારવાર
આરના હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે કેશલેસ સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે. દર્દીઓને તેમના પોતાના ખિસ્સામાંથી એક પણ પૈસો ચૂકવ્યા વિના ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે છે. હોસ્પિટલ્સના બિલોનું વીમા કંપનીઓ તથા ટીપીએ જેવા ત્રાહિત પક્ષકાર દ્વારા ઓડિટ થતું હોવાથી ફરિયાદોમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં વધતા જતા કેસો વચ્ચે દર્દીઓને મદદ કરવા માટે વધુને વધુ હોસ્પિટલોને અમારા પગલાંનું અનુસરણ કરવા વિનંતી કરી હતી

​​​​​​​કેસલેશને નકારતી હોસ્પિટલોની ગંભીર નોંધ લેવાઈ હતી
ઉલ્લેખનીય છે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ઈરડા)એ કોવિડ-19ની સારવાર માટે પોલિસીધારકોની કેશલેસ ક્લેમ સેટલમેન્ટ સુવિધાને નકારતી હોસ્પિટલોના કિસ્સાઓની ગંભીર નોંધ લીધી હતી. નિયમનકારે 14 જુલાઈ 2020ના પરિપત્રમાં વીમા કંપનીઓને નિર્દેશ કરી એ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું કે પોલિસી ધારકોને કેશલેસ સુવિધા લાગુ પડતી હોય તેવી હોસ્પિટલોમાં આ સુવિધા મળી રહે.

હોસ્પિટલ દ્વારા ડિસેમ્બર 2020થી કેશલેસ સુવિધા ઉપલબ્ધ કરવાની શરૂઆત કરાઈ હતી
હોસ્પિટલ દ્વારા ડિસેમ્બર 2020થી કેશલેસ સુવિધા ઉપલબ્ધ કરવાની શરૂઆત કરાઈ હતી

કેશલેસ સુવિધા માટે વીમા કંપનીઓને નિર્દેશ
ઈરડાના જાહેરનામા અનુસાર, જ્યાં પોલિસીધારકને એમ્પેનલ્ડ નેટવર્ક પ્રોવાઇડર પર કેશલેસ સુવિધા ઉપલબ્ધ કરવા અંગે સૂચના આપવામાં આવે છે, ત્યાં આવા નેટવર્ક પ્રોવાઇડર ખાતે પોલિસી કરારના નિયમો અને શરતો અનુસાર અને સર્વિસ લેવલ એગ્રીમેન્ટના કરારમાં સંમત શરતો અનુસાર પોલિસીધારકને કેશલેસ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે વીમા કંપનીઓને નિર્દેશ આપવામાં આવે છે.