તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અમદાવાદના બોડકદેવમાં સરકારી જમીન પચાવનાર 2 સામે લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવ્યો

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: ચિરાગ રાવલ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • જિલ્લા કલેક્ટર સમક્ષ શહેર-જિલ્લામાંથી લેન્ડગ્રેબિંગની કુલ 286 ફરિયાદ આવી
  • રાજ્ય સરકારે લેન્ડગ્રેબિંગ હેઠળના કેસો ચલાવવાની સત્તા જિ. કલેક્ટરોને સોંપી છે

રાજ્ય સરકારે લેન્ડગ્રેબિંગ હેઠળના કેસ ચલાવવાની સત્તા જિલ્લા કલેક્ટરોને સોંપી છે, જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેક્ટરે બોડકદેવમાં 22 કરોડની સરકારી જમીન પચાવી પાડનારાં લોકો સામે લેન્ડગ્રેબિંગ હેઠળ કાર્યવાહી બાદ પોલીસ ફરિયાદ કરાઈ હતી. રાજ્ય સરકારે લેન્ડગ્રેબિંગ હેઠળના કેસ ચલાવવાની સત્તા જિલ્લા કલેક્ટરોને સોંપી છે, ત્યાર બાદથી જિલ્લા કલેક્ટર સમક્ષ અમદાવાદ શહેર-જિલ્લામાંથી લેન્ડગ્રેબિંગની 286 ફરિયાદ થઈ છે. લેન્ડગ્રેબિંગની ફરિયાદોના નિકાલ માટે મીટિંગ પણ યોજાતી હોય છે, જેમાં નિર્ણય લઈ પોલીસ ફરિયાદ નોંધાવવા સહિતની કાર્યવાહી કરવામાં આવે છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે કહ્યું કે, કોઈ પણ જમીન કે મિલકત ગેરકાયદે પચાવનારા લોકો વિરુદ્ધ સંબંધિત માલિક લેન્ડગ્રેબિંગ હેઠળ જિલ્લા કલેક્ટર સમક્ષ ફરિયાદ કરી શકે છે. લેન્ડગ્રેબિંગની ફરિયાદોનો નિયત સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવે છે, જેમાં પોલીસ ફરિયાદ પણ કરી દેવાય છે. તાજેતરમાં મળેલી બેઠકમાં બોડકદેવના સરવે નં. 431 ફાઇનલ પ્લોટ નં. 715ની 1599 ચો. મી. સરકારી જમીન (કિંમત 9 કરોડ) અને ફાઇનલ પ્લોટ નં. 714 પરની 2169 ચો.મી. સરકારી જમીન (13 કરોડ) પર 18 દુકાનો અને 64 કાચાં-પાકાં મકાનો બનાવીને ગેરકાયદે ભાડું વસૂલાતું હતું. લેન્ડગ્રેબિંગ હેઠળ કાર્યવાહીમાં પોલીસ ફરિયાદ કરાઈ હતી, જેના આધારે પોલીસે બની ધરપકડ કરી હતી.

આ જમીન કાર્યપાલક ઇજનેર રસ્તા અને મકાન વિભાગને એલોટ થઈ છે, જેથી શરતભંગની કાર્યવાહી કરી જમીન પાછી મેળવાશે અને જમીન પરના દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ચાંદખેડામાં એક વ્યક્તિની જમીન પર કેટલાક માથાભારે લોકોએ કબજો મેળવવા માટે બોગસ દસ્તાવેજો કર્યા હતા, જે અંગે કમિશનર અને કલેક્ટરમાં અરજી કરાઈ હતી.

વસ્ત્રાલમાં દુકાન પચાવી પાડનાર સામે ફરિયાદ
લેન્ડગ્રેબિંગ હેઠળ ખાનગી મિલકતો પચાવી પાડી હોય તો પણ કલેક્ટર કચેરીમાં ફરિયાદ થઈ શકે છે. વસ્ત્રાલમાં 25 લાખની કિંમતની 29.54 ચો.મી.ની દુકાન વેચાણમાં આપ્યા પછી કબજો સોંપવામાં આવતો ન હતો, જેમાં ફરિયાદ થતાં દુકાન વેચનાર બંને ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી દુકાનનો કબજો ખરીદનારને અપાવ્યો હતો.

30માંથી 8 કેસમાં પોલીસ ફરિયાદ નોંધાઈ
ફરિયાદોના નિકાલ માટે અત્યાર સુધી બે વખત બેઠક મળી છે, જેમાં 30 ફરિયાદોમાંથી કુલ 8માં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રથમ મીટિંગમાં 10 ફરિયાદોનો નિકાલ કરી 5 કેસમાં પોલીસ ફરિયાદ કરાઈ હતી. જ્યારે તાજેતરમાં મળેલી બીજી મીટિંગમાં 20 કેસમાંથી 16 ફરિયાદો દફતરે કરાઈ હતી. ત્રણમાં પોલીસ ફરિયાદ અને 1 ફરિયાદ પેન્ડિંગ રખાઈ છે.

અન્ય સમાચારો પણ છે...