અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મેનેજમેન્ટ દ્વારા નવો ઈન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. એરપોર્ટ એરિયામાં આવેલ હવામાન કચેરી સામેના મેદાનમાં લગભગ 33 હજાર ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર થનારા નવું કાર્ગો ટર્મિનલ તમામ સુવિધાઓથી સજ્જ હશે.
એક જ બિલ્ડિંગમાંથી કાર્ગો બુક થયા બાદ કે બહારથી આવતા કાર્ગોનું કસ્ટમ, ઈમિગ્રેશન ચેકિંગ સહિત તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. સાથે જ આ નવા કાર્ગો ટર્મિનલના પ્રથમ તબક્કામાં જૂન, 2023 સુધીમાં આશરે 21 હજાર ચો.મી.માં નિર્માણ કાર્ય પૂર્ણ કરવાની સાથે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ કાર્ગો, એક્સપ્રેસ કુરિયર સર્વિસ, કોલ્ડ ચેઈન ફાર્મા અને પેરિશેબલ કાર્ગોનું પણ પરિવહન કરવામાં આવશે.
એરપોર્ટ મેનેજમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું કે, મેનેજમેન્ટ દ્વારા આગામી 30 વર્ષમાં એરપોર્ટ પર થનારી કાર્ગો વૃદ્ધિને ધ્યાનમાં રાખીને નવા ઈન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલનું આયોજન કરાયું છે, જેમાં પ્રથમ તબક્કાનું કામ એક વર્ષથી ઓછા સમયમાં પૂર્ણ થવાની શક્યતા છે. અમદાવાદ એરપોર્ટ પરથી વર્ષ 2019માં 1.15 લાખ ટન કાર્ગોની મૂવમેન્ટ થતી હતી. વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ ઈન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલ ઈ-કોમર્સ લોજિસ્ટિક્સ બિઝનેસને મદદરૂપ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.