ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વિવિધ વિષયોને સાંકળીને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય અને ઉચ્ચ અભ્યાસની વિવિધ શાખાઓમાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ યોગ્ય વિદ્યાશાખામાં અભ્યાસ કરે તે હેતુસર, જીટીયુ દ્વારા આગામી તારીખ 26 જૂનને રવિવારના રોજ ચાંદખેડા કેમ્પસ ખાતે “નિશ્ચિત ધ્યેય – સચોટ માર્ગદર્શન” વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, રૂચી આધારીત વિષયોમાં યોગ્ય માર્ગદર્શન મળી રહે, તે અર્થે જીટીયુનો આ પ્રયાસ કારગત નિવડશે. એન્જિનિયરીંગ , ફાર્મસી , બાયોટેક્નોલોજી , મેનેજમેન્ટ , આર્કિટેક્ચર જેવી વિવિધ શાખાના શ્રેષ્ઠ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. સેમીનારમાં ભાગ લેવા માટે http://bit.ly/3MXHzHR લિંક પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
અપગ્રેડની પ્રક્રિયા શરૂ કરતાં જ હજારો રેશનકાર્ડ ધારકોનો અનાજનો પુરવઠો બંધ થયો
ગુજરાતમાં રેશનકાર્ડ ધારકોને મોટી મુશ્કેલી સામે લડવાનો વારો આવ્યો છે. ગુજરાત પુરવઠા વિભાગે અપગ્રેડની પ્રક્રિયા શરૂ કરતાંની સાથે જ રાજ્યના હજારો રેશનકાર્ડ ધારકોને આજે અનાજનો પુરવઠો બંધ થયો છે. જે રેશનકાર્ડ ધારકોના રેશનકાર્ડમાં એકપણ વ્યક્તિના આધારકાર્ડને લિંક કરવાનું બાકી હોય તેવા તમામ રેશનકાર્ડ ધારકોના હજારો રેશનકાર્ડ સાયલન્ટ કરી દેવાયાં છે.ઓનલાઈન સિસ્ટમમાં જે કાર્ડ ધારકોના નાની વયના બાળકો કે જેમના આધારકાર્ડ નથી બની શક્યા તેમનો રેશનકાર્ડનો પુરવઠો રોકી દેવામાં આવ્યો છે. ગાંધીનગરથી ઓપરેટ થતાં પુરવઠા વિભાગા ઓનલાઈન સર્વરમાં ટેકનિકલ ક્ષતિઓને લઈને તેમજ અપગ્રેડેશનની પ્રક્રિયાને લઈને ઉભી થયેલ સ્થિતિની ઉચ્ચ કક્ષાએ પુરવઠા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે.
અમદાવાદમાં બે મહિનામાં 14 લાખ લિટર પાણી રોપા અને છોડમાં છાંટવામાં આવ્યું
અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા વિસ્તારમાં વૃક્ષોને ટ્રીટેડ પાણી આપવામાં આવે તેવી રજુઆત આજે સ્ટેન્ડિંગ કમિટિમાં કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે શહેરમાં રોડ પર આવેલા નાના રોપા સહિત વિસ્તારમાં છેલ્લા 2 મહિનામાં 14 લાખ લિટર પાણી છાંટવામાં આવ્યું છે. 14 લાખ લિટર પાણીમાંથી 12 લાખ લિટર પાણી શુદ્ધ છાંટવામાં આવ્યું છે. જ્યારે 2 લાખ લિટર પાણી જ ટ્રીટેડ પાણી વપરાયું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોન્ટ્રાકટરોને મફતમાં પાણી ટ્રીટેડ આપવામાં આવશે. 12 તળાવ શુદ્ધિકરણ થાય એમાંથી આ પાણી વપરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.