અમદાવાદમાં ગરમી વધતા આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે. ખાસ કરીને વાહનોમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે. ત્યારે શહેરના નરોડા વિસ્તારમાં ગેલેક્સી અન્ડરબ્રીજમાં પણ એક કારમાં આગ લાગવાની ઘટના બે દિવસ પહેલા બની હતી. જેમાં અલ્ટો કારમાં આગ લાગતા અંડરબ્રિજની બંને તરફનો વાહન વ્યવહાર તાત્કાલિક થોભાવી દેવો પડ્યો હતો. નરોડા અંડરબ્રિજ સતત વ્યસ્ત રહેતો હોવાના કારણે ટ્રાફિકને ડાયવર્ઝન આપવાની ફરજ પડી હતી. કારમાં આગ લાગતા ફાયરબ્રિગેડની એક ગાડીને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે કાર આગની ચપેટમાં આવીને ભડ ભડ કરીને સળગીને રાખ થઈ ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.