તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A Car Can Only Be Purchased If You Submit Proof Of Having A Car Parking Space; All Old Buildings Currently Have Parking Problems, Fees Will Be Charged For Vehicles Parked On The Road

AMCમાં દરખાસ્ત રજૂ થઈ:કાર પાર્કિંગની જગ્યા હોવાનો પુરાવો રજૂ કરો તો જ કાર ખરીદી શકાશે; જૂના તમામ બિલ્ડિંગમાં હાલ પાર્કિંગની સમસ્યા, રસ્તા પર પાર્ક થતા વાહનોની ફી લેવાશે

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ઓન રોડ પાર્કિંગની પોલિસી માટે પણ નાગરિકોના અભિપ્રાયો મગાવવામાં આવ્યા

શહેરમાં પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ગેઝેટમાં વાંધા સૂચનો મંગાવી તેનને આધારે નવી પાર્કીંગ પોલિસી તૈયાર કરવામાં આવી છે. તે અનુરૂપ પાર્કિંગ પોલિસીની દરખાસ્તને મંજૂરી આપવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ એજન્ડા રજુ કરાયો છે. રાજ્ય સરકારની દરખાસ્તમાં એવી પણ સ્પષ્ટતા હતી કે, નવી કાર ખરીદવા માટે ખરીદારે તેમની પાસે પાર્કિંગની જગ્યા હોવાનું સર્ટિફિકેટ રજૂ કરવાનું પણ ફરજીયાત બનાવવાની દરખાસ્ત હતી. જે અભિપ્રાયો બાદ મ્યુનિ. વહીવટી વિભાગ દ્વારા આ દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીમાં મંજૂરી માટે રજૂ કરાઈ છે.

કેન્દ્ર સરકારે 2017માં જાહેર કરેલી નીતિને અપનાવવા માટે નવી પાર્કિંગ પોલિસી બનાવવાની ભલામણ કરાઇ હતી. જે પોલિસીના અમલ માટે ટીડીઓ અને પોલીસ અધિકારીઓ દ્વારા ચોક્કસ નીતિ બનાવવી રાજ્ય સરકારે તેને આધારે ગેઝેટ બહાર પાડી લોકોના અભિપ્રાયો મગાવ્યા હતા.

આ ઉપરાંત ઓન રોડ પાર્કિંગ બાબતે પણ વિચારણા કરવામાં આવી હતી. જેમાં રાત્રી દરમ્યાન જાહેર રસ્તા પર જો પાર્કિંગ થાય તો તે માટે મ્યુનિ. ભાડુ વસુલી શકે તેવી પણ વ્યવસ્થા વિચારણા હેઠળ લાવવાનું ગેઝેટમાં દર્શાવ્યું હતું. શહેરના મોટાભાગના જૂના બિલ્ડિંગમાં હાલ પાર્કિંગના પ્રશ્નો છે. ત્યાં પાર્કિંગના પ્રશ્નો કઇ રીતે ઉકેલી શકાય તે માટે પણ અભિપ્રાયો મગાવવામાં આવ્યા હતા.

શહેરમાં 74 પાર્કિંગ સાઇટો ઉપલબ્ધ છે
શહેરમાં 74 જગ્યાએ પાર્કિંગ સાઇટો ઉપલબ્ધ છે. જેમાં 40 જગ્યાએ ઓફ સ્ટ્રીટ પાર્કિંગ, 4 જગ્યાએ મલ્ટિલેવલ પાર્કિંગ, 9 જગ્યાએ ઓન સ્ટ્રીટ પાર્કિંગ જ્યારે 21 જગ્યાએ ફ્લાય ઓવર નીચે પાર્કિંગની જગ્યા છે. જ્યારે બીજા 4 પાર્કિંગ પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યા છે.

કારનું પ્રમાણ પ્રતિવર્ષ 9 ટકાના દરે વધે છે
શહેરમાં પ્રતિવર્ષ વાહનોનું વેચાણ વધી રહ્યું છે. જ્યાં શહેરમાં 1961માં 43000 વાહનો હતાં ત્યાં 2018-19માં પ્રતિવર્ષ 2.5 લાખ વાહનો વધી રહ્યા છે. જ્યારે હવે તે 35 લાખ જેટલા વાહનોના 6 ટકા લેખે પ્રતિવર્ષ વધારો થઇ રહ્યો છે. તેમાં કાર કારની સંખ્યામાં પણ 9 ટકાના દરે વધારો નોંધાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...