ડ્રોપ રેશિયો:ધો.1થી 12માં ડ્રોપ રેશિયો ઘટાડવા ઝુંબેશ ચલાવાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા સમગ્ર શિક્ષા દ્વારા વિશેષ અભિયાન શરૂ કરાશે, જેમાં શહેર-ગ્રામ્યના દરેક વિસ્તારોને આવરી લેવાશે. આ વિસ્તારોમાં ધોરણ 1થી 12નું શિક્ષણ પૂરું કરી શક્યા ન હોય તેવા વિદ્યાર્થીઓનું સ્કૂલ શિક્ષણ પૂરું કરવા માટે ખાસ અભિયાન શરૂ કરાશે. આ અભિયાનમાં શિક્ષકો, વાલીઓ, કર્મચારીઓ વગેરેને જોડાશે.

અમદાવાદ શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોના શિક્ષકો, શહેર ડીઈઓ કચેરીના તાબાની સ્કૂલોના શિક્ષકો પણ આ ઝુંબેશમાં જોડાશે. આ ઉપરાંત સરવે દરમિયાન સ્કૂલની વાલી કમિટીઓના સભ્યોને પણ સાથે રાખવામાં આવશે, જેથી વધારે પ્રમાણમાં બાળકોને સ્કૂલના અભ્યાસ સાથે જોડી શકાય.

અન્ય સમાચારો પણ છે...