તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સરખેજમાંથી USના લોકો પાસેથી પૈસા પડાવતું કોલ સેન્ટર ઝડપાયું

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લોન મંજૂર થયાનું કહી નકલી ચેકનો ફોટો પાડીને મોકલતા
  • કોમ્પ્યુટર, 6 ફોન મળી કુલ 1.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

લોન અપાવવાના બહાને અમેરિકાના નાગરિકો પાસેથી પૈસા પડાવતું વધુ એક કોલ સેન્ટર પકડાયું છે. સરખેજ ફતેવાડી તયબા રેસિડેન્સીમાં પેન્ટ હાઉસ ભાડે રાખીને કોલ સેન્ટર ચલાવતા ચારેય મિત્રોને ઝડપી લઈ કોમ્પ્યુટર, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ફતેવાડી તયબા રેસિડેન્સીના એક ફ્લેટમાં કોલ સેન્ટર ચાલતું હોવાની બાતમી સરખેજ પીઆઈ એસ.જી.દેસાઈને મળતાં તેમણે દરોડો પાડીને ફ્લેટમાં હાજર 4 મિત્રોને ઝડપ્યા હતા. જેમાં સહદ ઉસ્માનગની ધોબી, મોઈનબેગ સલીમબેગ મિરઝા, નાસિરહુસેન પઠાણ અને અરતાફ નિસાર અહેમદ શેખનો સમાવેશ થાય છે.

પોલીસે 6 મોબાઈલ, કોમ્પ્યૂટર સેટ, વાઇફાઇ રાઉટર મળીને કુલ રૂ.1.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું હતુ કે, તેઓ દિલ્હીની એક વ્યક્તિ પાસેથી અમેરિકાના નાગરિકોના નામ-સરનામાં, મોબાઈલ નંબર, બેંક ડીટેઈલ સહિતની માહિતી મેળવી, પેડ લોન અપાવવાની વાત કરતા હતા. ત્યારબાદ લોન મંજૂર થઇ ગઈ હોવાનું કહીને જુદા-જુદા ચાર્જ પેટે પૈસા પડાવતા હતા.

જુદા-જુદા ચાર્જ પેટે ડોલરમાં પૈસા પડાવતા હતા
જે વ્યક્તિ લોન લેવા માટે તૈયાર થાય તેને આ લોકો નકલી ચેક બનાવીને ફોટો પાડીને મોકલી આપતા હતા. જેના આધારે જે-તે વ્યક્તિ લોન મંજૂર થયાનું માનીને આ લોકોના કહેવા પ્રમાણે જુદા જુદા ચાર્જ પેટે ડોલરમાં પૈસા ચૂકવતા હતા.

200 ડોલરનું ગિફ્ટ વાઉચર લેવડાવી નંબર લઈ લેતા
આરોપી અમેરિકાના નાગરિકોને લોન અપાવવાના બહાને ફોન કરતા હતા. તેમાંથી જે વ્યક્તિ લોન લેવા સંમત થાય તેને આ લોકો 25થી 200 ડોલરનું ગિફ્ટ વાઉચર ખરીદવાનું કહેતા હતા. ત્યારબાદ તે વાઉચરનો નંબર મેળવી લઈ ઓનલાઈન ટ્રાન્જેક્શનથી તે વાઉચરમાંથી પૈસા મેળવી લેતા હતા.

અન્ય સમાચારો પણ છે...