તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A Call Center Set Up In Sanand Was Hired By Two Ahmedabad based Job Seekers, Threatening American Citizens With Arrears Of Loan Installments And Extorting Money.

LCBની કાર્યવાહી:અમદાવાદના બેએ 17ને નોકરીએ રાખી સાણંદમાં શરૂ કરેલું કોલ સેન્ટર પકડાયું, અમેરિકન નાગરિકોને બાકી લોનના હપતા બદલ ધમકી આપી પૈસા પડાવતા હતા

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપીઓની તસવીર - Divya Bhaskar
આરોપીઓની તસવીર
  • એલસીબીએ 19ની ધરપકડ કરી, 20 કમ્પ્યુટર, 4 લેપટોપ, 34 ફોન, રાઉટર જપ્ત

લોનના હપતા ભરવાના બાકી હોય તેવા અમેરિકાના નાગરિકોને પોલીસ કેસ કરવાની તેમ જ બેંક એકાઉન્ટ બંધ કરી દેવાની ધમકી આપીને પૈસા પડાવતું કોલ સેન્ટર પકડાયું છે. અમદાવાદના 2 યુવકોએ સાણંદમાં 17 યુવકને નોકરીએ રાખીને આ કોલ સેન્ટર શરૂ કર્યું હતું. અમદાવાદ જિલ્લા એલસીબીની ટીમે કોલ સેન્ટર પર દરોડો પાડી બે સંચાલક સહિત 19 યુવકની ધરપકડ કરી 20 કમ્પ્યુટર સિસ્ટમ, 34 ફોન, રાઉટર, લેપટોપ, 9 વાહન સહિત કુલ રૂ.22.50 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સાણંદ તાલુકાના ઈયાવા વાસણા ગામમાં આવેલી નટરાજ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર અંગે એલસીબીના પીઆઈ એચ. બી. ગોહિલને બાતમી મળી હતી, જેના આધારે તેમણે સ્ટાફ સાથે દરોડો પાડીને 19 જણને ઝડપી લીધા હતા, જેમાં વિકી કિરીટકુમાર પ્રજાપતિ (ઉં.30, ન્યૂ ભગવતી સોસાયટી, મેમનગર) અને ભાવેશ રાજેશભાઈ ઠક્કર (ઉં.29, સોમેશ્વર એપાર્ટમેન્ટ, સેટેલાઈટ) આ કોલ સેન્ટર ચલાવતા હોવાનું જાણવા મળ્યું હતું.

જપ્ત કરાયેલાં કમ્પ્યુટર અને લેપટોપમાંથી 10 હજારથી પણ વધારે અમેરિકન નાગરિકોની લીડ મળી હતી. એલસીબીના પીઆઈ એચ. બી. ગોહિલે જણાવ્યું કે, ભાવિન અને વિકી 4 મહિનાથી કોલ સેન્ટર ચલાવતા હતા અને અમેરિકાના નાગરિકો પાસેથી એપલ, ટાર્ગેટ, ગુગલ પ્લે કાર્ડથી પૈસા પડાવતા હતા. હાલ બંનેની બેંક ડિટેલ મગાવાઈ છે.

આ યુવકો પકડાયા - વિકી પ્રજાપતિ, ભાવેશ ઠક્કર, નમન ઠક્કર, શાહરુખ શેખ, ઉમંગ મૌર્ય, ચેતન રાજપૂત, શાહરુખ શેખ, કરણ અધિકારી, સૈજરાજ ચાવડા, નિષ્ચય શર્મા, નાઝીમ બેલીમ, અબ્દુલહનીમફ મેવાતી, અજય ચૌહાણ, મનોહર પાંડે, શુભમ રાઉત, અજય શર્મા, ગ્લેન કેરિયા, પ્રીતેશ દક્ષિણી, કુલદીપ બારોટ

અન્ય સમાચારો પણ છે...