હાઈપ્રોફાઈલ કે પૈસાદાર મહિલાઓ સાથે સેક્સની લાલચ આપી હોટેલ તથા અન્ય ચાર્જના નામે પૈસા પડાવતું એક કોલ સેન્ટર સાઈબર ક્રાઈમે હિરાવાડી પાસેના એક મકાનમાંથી ઝડપી પાડ્યું છે. પોલીસે એક એપાર્ટમેન્ટમાંથી મહિલા સહિત 7ની ધરપકડ કરી છે. મહિલા આરોપી લોકોને ફોન કરી લલચાવી ઓનલાઈન પૈસા પડાવતી હતી. ઘટના સ્થળેથી 17 મોબાઈલ, 12 સિમકાર્ડ જપ્ત કરાયા છે.
કમલ વાધવાણી નામનો આરોપી માણસો રાખી અલગ અલગ વેબસાઈટ પરથી કૌભાંડ ચલાવતો હતો. સપનો કી પરી અને અન્ય સાઈટ પર અલગ અલગ નંબરો આપી હાઈપ્રોફાઈલ મહિલા સાથે રાત વિતાવવા બદલ પૈસાની લાલચ અપાતી હતી. કોઈ વ્યક્તિ ફોન કરે પછી છેતરપિંડીનો ખેલ શરૂ થતો હતો. ફોન કરનારા સાથે મહિલા અત્યંત અશ્લીલ અને વાસનાભરી વાતો કરી ઓનલાઈન પેમેન્ટ કરાવી પૈસા પડાવતી હતી.
42 વર્ષની આરોપી મહિલા કામાતુર વાતો કરતી હતી
કમલ, ચિરાગ, દેવદત્ત, ભાવેશ, મોન્ટી અને અનિકેત નામના આરોપીની ધરપકડ થઈ છે. 42 વર્ષની એક મહિલા ફોન કરનારા લોકો સાથે અત્યંત ઉત્તેજક ભાષામાં કામાતુર વાતો કરતી હતી. આ ઉપરાંત ભોગ બનનારાને ફસાવી ફોન પે, ગૂગલ પે જેવા ઓનલાઈન પેમેન્ટ માધ્યમથી પૈસા મંગાવાતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.