ગેરકાયદે કોલ સેન્ટર:USની કંપનીની સ્કીમોના નામે પૈસા પડાવતું કોલ સેન્ટર પકડાયું

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
દિલીપ ચૌધરી - Divya Bhaskar
દિલીપ ચૌધરી
  • સ્પેક્ટ્રમ ટેલિકોમનું નામ વટાવી ઠગાઈ થતી હતી
  • પ્રહલાદનગરની ઓફિસમાંથી રેકેટ ચલાવાતું હતું

અમેરિકાની સ્પેક્ટ્રમ ટેલિકોમ કંપનીના નામે અમેરિકાના નાગરિકોને ફોન કરીને 300 એમબીપીએસ ફાઈબર હાઈ સ્પીડ ઈન્ટરનેટ, અનલિમિટેડ કોલ તેમજ ફ્રી વાઈફાઈની લોભામણી જાહેરાતો કરીને પૈસા પડાવતુ કોલ સેન્ટર પકડાયુ છે. પ્રહલાદનગર કોર્પોરેટર રોડ ઉપર આવેલા ટાઈટેનિયમ હાઈટસની એક ઓફિસમાં સાયબર ક્રાઈમની ટીમે દરોડો પાડીને કોલ સેન્ટરના સંચાલકની ધરપકડ કરી હતી. પોલીસે જ્યારે રેડ પાડી ત્યારે ઓફિસમાંથી 6 ફોન, લેપટોપ, 31 ક્રેડિટ - ડેબિટ કાર્ડ, 12 ચેકબુક સહિતની વસ્તુઓ મળી આવી હતી.

સાઈબર ક્રાઈમની ટીમે દરોડો પાડી કોલ સેન્ટરના સંચાલક દિલીપ ચૌધરી (એચએલ કોલેજ રોડ, પ્રાર્થના આલોક એપાર્ટમેન્ટ)ની ધરપકડ કરી હતી. જ્યારે ઓફિસમાંથી 6 મોબાઈલ,1 લેપટોપ, 1 પીસીયુ, 2 હાર્ડ ડિસ્ક, 5 પીઓએસ મશીન, 9 સીમકાર્ડ, 31 ક્રેડિટ - બેટીચ કાર્ડ તેમજ 12 ચેકબુક મળી આવી હતી. પોલીસે દિલીપ ચૌધરીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તે આ ઓફિસમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો હતો. દિલીપ ચૌધરીની અમેરિકાની પ્રખ્યાત સ્પ્રેકટર ટેલિકોમ કંપનીના નામે અમેરિકાના નાગરિકોને ફોન કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...