તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:કાલુપુર ચપ્પલ બજારમાં ત્રીજા માળની બાલ્કની તૂટી પડતાં નીચે પસાર થતાં મા-દીકરીનું મોત

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાલુપુર ચપ્પલ બજારમાં મકાન ધરાશાયી, મકાનમાં ફસાયેલા 10 લોકોને રેસ્ક્યૂ કરાયા - Divya Bhaskar
કાલુપુર ચપ્પલ બજારમાં મકાન ધરાશાયી, મકાનમાં ફસાયેલા 10 લોકોને રેસ્ક્યૂ કરાયા
  • રિલીફ રોડ પર કડીયા કુઈ નજીક ત્રણ માળની બિલ્ડીંગ સ્લેબ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી
  • 10 લોકોને ફાયરબ્રિગેડની ટીમે સીડી વડે રેસ્ક્યુ કર્યા
  • ઇજાગ્રસ્તોને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં ખસેડાયા

રીલિફ રોડ કડિયાકૂઈ ચાર રસ્તા પાસેના 3 માળના મકાનની બાલ્કની તૂટી પડી પડતા માતા અને 2 દીકરી કાટમાળ નીચે દટાયા હતા. જેમાંથી માતા અને એક દીકરીનું મૃત્યુ થયું હતું. જ્યારે બીજી ગંભીર છે. બાલ્કની તૂટી પડી ત્યારે માતા અને બંને બાળકી ત્યાંથી પસાર થઇ રહ્યા હતા.

જમાલપુર રાજ હોસ્પિટલ પાસેના શાલીન ફલેટમાં રહેતા નાઝિયાબાનુ શેખ (31) મંગળવારે સાંજે 5.45 વાગ્યે દીકરી જોહરા(12) અને આખ્તાબાનુ(7) સાથે રીલિફ રોડ કડિયાકૂઈ ચાર રસ્તા પાસેથી સોદાગરની પોળ તરફ જઈ રહ્યા હતા. ત્યારે જ રોડ પરના 3 માળના જર્જરિત મકાનની બાલ્કની તૂટી પડી નાઝીયાબાનુ અને તેમની દીકરી પર પડ્યો હતો.

10થી વધુ લોકોને ફાયર બ્રિગેડની ટીમે બચાવી લીધા હતાં
10થી વધુ લોકોને ફાયર બ્રિગેડની ટીમે બચાવી લીધા હતાં

આ ઘટનાના પગલે સ્થાનિક રહીશો ભેગા થઇ ગયા હતા અને કાટમાળ હટાવવાનું શરૂ કર્યું હતું અને ફાયર બ્રિગેડ પણ દોડી આવી હતી પણ ત્યાં સુધીમાં સ્થાનિકોએ ત્રણેયને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

હોસ્પિટલમાં નાઝિયાબાનુ અને આખ્તાબાનુના મોત નિપજયા હતા. જ્યારે જોહરા ની હાલત ગંભીર છે. જે મકાનની બાલ્કની ધરાશયી થઇ તે મકાન રજબ મંસુરી (65) નું હતું અને ત્યાં તેઓ અને તેમના પત્ની દલીમાબહેન(62) રહેતા હતા. બાલ્કની પડી ત્યારે હલીમાબહેન ઘરમાં જ હોવાથી ફાયર બ્રિગેડના જવાનોએ તેમને હેમખેમ નીચે ઉતાર્યા હતા.