કામગીરી:મ્યુનિ.ની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે 22 કરોડનું બજેટ ફાળવાયું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ્યુનિ. સ્કૂલ બોર્ડનું વર્ષ 2023-24નું રૂ.1067 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું
  • વર્ષ 2022-23માં 4238 વિદ્યાર્થીએ પ્રાઇવેટમાંથી મ્યુનિ. સ્કૂલમાં પ્રવેશ લીધો

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (AMC સ્કૂલ બોર્ડ)નું વર્ષ 2023-24નું રૂ.1067 કરોડનું ડ્રાફ્ટ બજેટ શુક્રવારે શાસન અધિકારી દ્વારા રજૂ કરાયું હતું, જેમાં સ્કૂલોના નવીનીકરણ, કન્યા કેળવણી, મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ, પ્રયોગશાળા, ફાયર સેફ્ટીની બાબતો પર ભાર મુકાયો છે. જ્યારે મ્યુનિ.ની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે 22 કરોડનું બજેટ ફાળવાયું 2023-24ના ડ્રાફ્ટ બજેટમાં પ્રાઇમરી એજ્યુકેશન ફંડની 736.27 કરોડ સરકારી ગ્રાન્ટ અને રૂ.330.73 કરોડ મ્યુનિ.ની ગ્રાન્ટ મળશે, જે પૈકી 88.74 ટકા એટલે કે રૂ. 946.83 કરોડ જેટલી રકમ પગાર અને પેન્શન પાછળ ખર્ચ થશે.

જ્યારે શૈક્ષણિક અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિઓ માટે 5.88 ટકા એટલે કે રૂ.627 કરોડ તેમ જ સ્કૂલ અને માળખાકીય સુવિધા પાછળ રૂ. 574 કરોડ ખર્ચ થશે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં હાલમાં 469 સ્કૂલોમાં પાંચ માધ્યમ છે, જેમાં 1,66,958 વિદ્યાર્થી સામે 4105 શિક્ષક છે. શાસન અધિકારી ડો. એલ. ડી. દેસાઈએ જણાવ્યું કે, સિગ્નલ સ્કૂલનાં બાળકોને ગુણવત્તાલક્ષી શિક્ષણની સાથે ધોરણ 8 પાસ કરે તે પહેલાં સ્કિલ ડેવલપમેન્ટ એટલે કે જીવન ઉપયોગી વ્યવસાયલક્ષી શિક્ષણ મળે તે માટે ‘અનંત નેશનલ યુનિવર્સિટી’ સાથે સંકલન કરી તાલીમ વર્ગોનું આયોજન કરાયું છે.

બે વર્ષથી કોરોનાના કારણે લર્નિંગ લોસ હતો તેવા 59334માંથી 42 હજાર બાળકોને ટીમ સ્કૂલ બોર્ડના સહિયારા પ્રયત્નોથી એફએલએન મુક્ત કરાયા છે. બાકી રહેલાં 17334 સ્લો લર્નર બાળકો માટે આગામી વર્ષે પણ એફએલએન અભિયાન ચલાવવામાં આવશે.

દર મહિને ત્રણ સ્વચ્છ સ્કૂલ જાહેર કરાશે
ધો. 1થી 8ના 1,66,957 વિદ્યાર્થીની શારીરિક કેપેસિટી બિલ્ડ થાય તે માટે પોષણયુક્ત આહાર આપવા જોગવાઈ કરાઈ છે. આગામી વર્ષે સ્વચ્છતાના ગુણોનો વિકાસ થાય તે માટે મ્યુનિ. સ્કૂલોને ‘સ્વચ્છ શાળા હરીફાઈ’ અંતર્ગત દર માસે પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમની સ્વચ્છ સ્કૂલ જાહેર કરાશે.

અન્ય સમાચારો પણ છે...