તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMCમાં નાગરિકોએ રોષ ઠાલવ્યો:ઇજનેરની ઓફિસમાં ડોલ ભરી ગટરનું પાણી ફેંકાયું, ગટરનાં ગંદાં પાણીની મુશ્કેલી બાબતે ફરિયાદ કરવા આવ્યા હતા

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોમતીપુરની ઘટનામાં ત્રણ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

ગોમતીપુરમાં મ્યુનિ.ની સબ ઝોનલ કચેરીમાં આસિસ્ટન્ટ સિટી એન્જિનિયરની ચેમ્બરમાં ગટરના પાણીની મુશ્કેલી બાબતે રજૂઆત કરવા આવેલી ત્રણ વ્યક્તિઓએ ગંદા પાણીની ડોલ ચેમ્બરમાં નાખી દીધી હતી. આ અંગે 3 સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

વેજલપુરમાં રહેતા અને ગોમતીપુર સબ ઝોનલ કચેરીમાં આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા જિતેન્દ્ર ડાભીની ફરિયાદ મુજબ સોમવારે તેઓ તેમની ચેમ્બરમાં હાજર હતા. ત્યારે સવારે ગોમતીપુર છીપાની ચાલીમાં રહેતા જયેશ પરમારનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, સાહેબ તમે કયાં છો? જેથી જિતેન્દ્રભાઈએ ઓફિસમાં હોવાનું કહ્યંુ હતું.

દરમિયાન જયેશ પરમાર અને તેની સાથેના બે માણસો ઓફિસમાં પ્લાસ્ટિકની ડોલમાં ગંદુ પાણી ભરીને આવ્યાં હતાં અને ત્રણેએ જોરજોરથી બૂમો પાડી હતી કે, મોહન દલપતની ચાલીમાં ઘણા સમયથી ગટરના પાણીની મુશ્કેલી હોઈ ઘણ રજૂઆત કરવા છતાં તમો અધિકારીઓ નિરાકરણ લાવતા નથી. તેમ કહી જયેશે તથા તેની સાથે આવેલા બે વ્યક્તિઓએ એકબીજાની મદદગારીથી ગંદુ પાણી એન્જિનિયરની ચેમ્બરમાં ફેંકયું હતું. આ સમયે ઓફિસના માણસો આવી ગયા હતા અને પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરતા ગોમતીપુર પોલીસ ત્યાં આવી પહોંચી હતી. આ મામલે જિતેન્દ્ર ડાભીએ જયેશ પરમાર, જયપ્રકાશ ટાંક અને પવન સામરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...