મન્ડે પોઝિટિવ:ગામની પ્રાથમિક શાળાની તૂટેલી હૉકીએ મજૂરી કરતી વિદ્યાર્થિનીઓને હૉકી પ્લેયર બનાવી

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝાંપ દીકરીઓને કારણે આ ગામ આસપાસના વિસ્તારમાં જાણીતું બન્યું

નળકાંઠા વિસ્તારમાં આવેલું ઝાંપ ગામ અતિ પછાત ગણી શકાય તેવું આ ગામ કોઈ વિશિષ્ટ રીતે જાણીતું નથી, પરંતુ દિવસ ઉગતા જ હોકી લઈને ફરતી દીકરીઓને કારણે આ ગામ આસપાસના વિસ્તારમાં કંઈક અંશે જાણીતું બન્યું છે. ગામની દીકરીઓ હોકી લઈને કેમ ફરે છે? એવો સાહજિક પ્રશ્ન આપણને થાય, પરંતુ વાત હોકીની રમત સાથે સંકળાયેલી છે. ગામની દીકરીઓ અત્યારે નેશનલ ગેમ્સમાં સહભાગી થવા દિવસ રાત મહેનત કરે છે. ઝાંપ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક પ્રવીણભાઇ પટેલે જોયું કે માતાપિતા ઘરકામ અને ખેતરના કામમાં દીકરીઓને સાથે લઈ જતા હતા.

પ્રવીણભાઇ રમત-ગમતના શિક્ષક તરીકે જોડાયા હતા. તેમણે ઝાંપ ગામની દીકરીઓને હોકી રમાડવાનું બીડૂ ઝડપ્યું. અને એક તૂટેલી હોકીના આધારે દીકરીઓને હોકી શીખવવાનું શરૂ કર્યુ. થોડા સમય પછી તો શાળામાં ન આવતી દીકરીઓ પણ આ જોઈને શાળામાં આવવા લાગી અને હોકીની રમતને શીખવા માટે તત્પર બની ગઇ. સમય જતા હોકીની રમત માટે જરૂરી એવી એક ટીમ પણ બની ગઇ. પ્રવીણભાઇની મહેનત રંગ લાવી અને ઝાંપ ગામની દીકરીઓ હોકીની ટીમ બનીને અન્ય ટીમ સાથે રમતમાં ઉતરવા તૈયાર બની ગઈ.

ધીમે ધીમે સાણંદ તાલુકાની અન્ય શાળાઓ સાથે હોકીને સ્પર્ધા યોજાઇ અને તાલુકા કક્ષાએ રમતમાં આ દીકરીઓની ટીમ વિજેતા બનવા લાગી. જિલ્લા કક્ષાએ રમવા જવા માટે શાળામાં હોકીની રમત માટે સાણંદ તાલુકા ક્ષેત્રે માનવસેવા ટ્રસ્ટના ટ્રસ્ટી મનુભાઇ બારોટે હોકી સ્ટીક્સ, અફલાતૂન દોડી શકાય તેવા શૂઝ, સોક્સ, હેલમેટ, ગ્લોવ્સ, પગમાં પહેરવાના પેડસ વગેરે સામાન શાળાને પહોચતો કર્યો.

મનુભાઈ કહે છે કે, ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઇ જેમાં ઝાંપની આ દીકરીઓ હોકીની રમતમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવી. ત્યારબાદ રાજય કક્ષાની સ્પર્ધા વેરાવળ ખાતે યોજાઇ જેમાં આ ટીમ ક્વાટર ફાઇનલ સુધી પહોચી અને બેસ્ટ પરફોર્મ્સ આપ્યું. તાજેતરમાં શાળા કક્ષાએ રાજકોટ ખાતે યોજાયેલી મેચમાં પણ આ દીકરીઓ સેમિફાઇનલ સુધી પહોંચી હતી

અન્ય સમાચારો પણ છે...