ખુલ્લેઆમ દારૂનો વેપલો:અમદાવાદમાં પોલીસ કમિશનર કચેરી પાછળ દારૂ વેચતો બુટલેગર ઝડપાયો

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસ કમિશનર કચેરી, અમદાવાદ - ફાઈલ તસવીર - Divya Bhaskar
પોલીસ કમિશનર કચેરી, અમદાવાદ - ફાઈલ તસવીર
  • નોકરી રાખેલ 2 માણસો સાથે રૂ. 88,600નો મુદ્દામાલ કબજે કર્યો

પોલીસ કમિશનર કચેરીની પાછળ આવેલા તાવડીપુરામાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડીને દારૂ વેચતા બુટલેગરને તેના 2 માણસો અને 112 બોટલ સાથે ઝડપ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે રેડ પાડીને નુરુદ્દીન શેખ અને તેના 2 માણસ જયદીપ વછેટા અને સાગર ચાવડાને દારૂ વેચતા પકડ્યા હતા.

પોલીસે 112 દારૂની બોટલ, બીયરના ટિન, ફોન, રોકડ, વાહન સહિત કુલ રૂ.88,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બુટલેગર નુરુદ્દીને પોલીસને જણાવ્યું હતું કે, તે છેલ્લાં 6 મહિનાથી દારૂ વેચતો હતો. દારૂ વેચવા તેણે રૂ.200ના દૈનિક પગારથી 2 માણસો રાખ્યા હતા.

છેલ્લા 6 મહિનાથી રોજ સાંજે દારૂ વેચતો
​​​​​​​બુટલેગર નુરુદ્દીનની પૂછપરછમાં તેણે કહ્યું હતું કે, તે છેલ્લાં 6 મહિનાથી વિદેશી દારૂનો ધંધો કરતો હતો અને રોજ સાંજે 5થી રાતના 9 સુધી દારૂ-બીયર વેચવા ઘરની બહાર બેસતો હતો.​​​​​​​

રોજની 300થી 400 બોટલો વેચતો હતો​​​​​​​
નુરુદ્દીન પાસેથી પોલીસે રૂ.19 હજારની કિંમતની 112 બોટલ અને રોકડા રૂ.36,500 મળ્યા હતા. તે પૈસા તેણે બુધવારે દારૂ વેચીને ભેગા કર્યા હોવાનું કબૂલ્યું હતું, જેના આધારે નુરુદ્દીન રોજની રૂ.50 હજારની કિંમતની દારૂની 300-400 બોટલો વેચતો હોવાનું કબૂલ્યું હતું. પોલીસ પહોંચી ત્યાં સુધીમાં નુરુદ્દીને 300 જેટલી બોટલો તો વેચી દીધી હતી.​​​​​​​

માધુપુરામાં માત્ર 9 દિવસમાં બીજી રેડ પડી
ગત 20 જૂને સ્ટેટ મોનિટરિંગ સેલે માધુપુરાના જય અંબે ચોકમાં રેડ પાડીને દારૂની 82 બોટલ સાથે પ્રદીપ મિશ્રા અને રાજેશ બોડાણાની ધરપકડ કરી હતી. તેમને દારૂ આપનાર શાહપુરનો અલ્તાફ નાસતો ફરતો હતો. રેડના 9 દિવસ બાદ પોલીસે માધુપુરામાં આ બીજી રેડ છે.

અન્ય સમાચારો પણ છે...