બુટલેગરની ધરપકડ:નિકોલમાંથી 395 દારૂની બોટલ સાથે એક બુટલેગરની ધરપકડ

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

નિકોલમાં દારૂનો ધંધો કરતા બુટલેગર કેતન પટેલને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ ભરેલી ગાડી સાથે ઝડપી લીધો હતો. કેતન પટેલની ગાડીમાંથી વિદેશી દારૂની 395 બોટલ મળી આવી હતી. પોલીસે ગાડી સહિત કુલ રૂ.3.83 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

નિકોલ ખોડિયારનગર ગાયત્રી સ્કુલ મારુતિ એપાર્ટમેન્ટમાં રહેતો બુટલેગર કૃણાલ ઉર્ફે કાલુ ઉર્ફે કમલેશ પટેલ રાજસ્થાનથી કારમાં દારૂનો જથ્થો લાવી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ઠક્કરનગર ક્રોસ રોડ ઉપર વોચ ગોઠવી ત્યાંથી કાર લઈને પસાર થઇ રહેલા કૃણાલને પોલીસે રોકયો હતો. પોલીસે કારમાંથી 395 બોટલ મળી આવી હતી. નિકોલ પોલીસે કેતનને દારૂ મોકલનાર સહિત કુલ 6 આરોપી સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...