ભાસ્કર એક્સપ્લેનર:કોઈપણ કારણથી ગર્ભાશય ગુમાવનારી મહિલાઓ માટે વરદાન

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિવિલ હોસ્પિટલ, અમદાવાદ - ફાઇલ તસવીર - Divya Bhaskar
સિવિલ હોસ્પિટલ, અમદાવાદ - ફાઇલ તસવીર

ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માગતી મહિલાએ કિડની હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગમાં જવાનું રહેશે. જયાં હોસ્પિટલના ડોકટરો અને સ્ટાફ દ્વારા મહિલાની તપાસ કરાશે. તેમજ સોટ્ટો(સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન)ના નિયમ પ્રમાણે મહિલા ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરવાના ક્રાઈટેરિયામાં આવતી હોય તેનું નામ રજિસ્ટર્ડ કરાશે. ત્યારબાદ મહિલા માટે કુટુંબીજનમાંથી લાઇવ ડોનર આઇડેન્ટિફાઇ કર્યા બાદ બેથી અઢી કલાકની સર્જરીથી ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે.

સર્જરી પહેલાં આ તપાસ થશેઃ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ પહેલાં ગર્ભાશય આપનાર મહિલાને કોઇ મોટી બીમારી, વંધ્યત્વ, ગર્ભાશયની જાડાઇ, પોલિપ્સ, ફાઇબ્રોઇડ્સ, કામ કરતી રક્તવાહિનીઓ અને ધમનીઓ અને તેને લગતા ચેપની તપાસ કરાય છે. અન્ય અંગોના ટ્રાન્સપ્લાન્ટની જેમ બ્લડગ્રૂપ, જરૂરી અવયવોનું કદ, વેઇટિંગ લિસ્ટમાં સમય અને દાતા અને પ્રાપ્ત કરનારની રોગપ્રતિકારક શક્તિ કેટલી સારી છે તેની તપાસ થશે.

આ મહિલાઓ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકશે

  • ગર્ભધારણ કરવાથી વંચિત મહિલાઓ
  • ગર્ભાશય વિના જન્મ લેતી મહિલાઓ
  • સર્જરીમાં ગર્ભાશય દૂર કરવું પડ્યું હોય

કોણ ગર્ભાશય ડોનેટ કરી શકે?

  • માતા, સાસુ, દેરાણી, જેઠાણી, ફોઈ અને માસી ગર્ભાશય ડોનેટ કરનાર મહિલાને સંતાન થઈ ચૂક્યા હોવા જરૂરી છે.
  • લાઈવ ડોનરને માસિક આવતું હોય કે ન આવતું હોય પરંતુ તેમનું ગર્ભાશય 25 વર્ષ સુધીની મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે.
  • કોઈપણ વયની મહિલા ગર્ભાશય ડોનેટ કરી શકશે.

હોર્મોન્સનું સંતુલન જળવાશે
ગર્ભાશય અને અંડકોષ નીકળી ગયું હોય તેવી મહિલાઓમાં હોર્મોન્સનું સંતુલન અટકી જાય છે. જો કે, ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટ પછી ઋતુચક્ર દરમિયાન હોર્મોન્સનું અસંતુલન બંધ થશે. સામાન્ય રીતે ખાનગીમાં 7થી 8 લાખમાં થતી ટ્રાન્સપ્લાન્ટની આ સર્જરી સિવિલની કિડની હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...