બુકી ઝડપાયો:અમદાવાદના રામોલમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો બુકી ઝડપાયો

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

રામોલની સ્પર્શ ઇન હોટલમાં બિગબેશ ક્રિકટ લીગની મેલબોર્ન સ્ટાર્સ અને હોબાર્ટ હરિકેન્સ વચ્ચેની મેચનો મોબાઇલથી સટ્ટો રમાડતા મુનાફ પઠાણને સાયબર ક્રાઇમ સેલે ઝડપી લીધો છે. સાયબર ક્રાઇમ સેલે બાતમીને આધારે હોટેલના રૂ.205માં રેડ પાડી હતી અને મુનાફ પઠાણની ધરપકડ કરી હતી.

સાયબર સેલની ટીમને બાતમી મળી હતી કે, હોટેલના રૂમમાંથી ક્રિકેટના સટ્ટાનું રેકેટ ચલાવવામાં આવે છે. પોલીસની ટીમે પૂરતી ખાતરી કર્યા પછી હોટેલ પર દરોડો પાડી સટ્ટો રમાડનારા બુકીને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...