તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નકલી ડોક્ટરનો પર્દાફાશ:બાવળા નજીકના ગામમાં દર્દીઓના જીવ સાથે ચેડાં કરી ડિગ્રી વિના ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નકલી ડોક્ટર બળદેવ દેસાઈની તસવીર - Divya Bhaskar
નકલી ડોક્ટર બળદેવ દેસાઈની તસવીર
  • ક્લિનિકમાંથી જુદી જુદી કંપનીની એલોપેથિક દવાઓ, ઈન્જેક્શનો તથા મેડિકલ સાધનો મળ્યા

રાજ્યમાં કોરોના મહામારીને પગલે છેલ્લા ડોઢ વર્ષથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. હોસ્પિટલોમાં બેડ, ઈન્જેક્શન સહિતની અછતના કારણે દર્દીઓ કલાકો સુધી લાઈનોમાં પણ ઉભા ઉભા રહેવું પડ્યું હતું. ત્યારે બાવળા નજીકના ગામમાં દર્દીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી સારવારના બહાને પ્રેક્ટિસ કરતો વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો છે.

ડિગ્રી વિના દર્દીઓની સારવાર કરતો બોગસ ડોક્ટર પકડાયો
વિગતો મુજબ, બાવળો પોલીસ સ્ટેશન હેઠળના કેશરડી ગામમાં ડિગ્રી વગર ગેરકાયદેસર દવાખાનુ ચલાવતા બોગસ ડોક્ટરને અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જીની શાખાએ ઝડપી લીધો છે. પોલીસને બાતમી મળી હતી કે કેશરડી ગામમાં પોતાની માલિકીની જગ્યામાં બળદેવ દેસાઈ નામનો વ્યક્તિ ગેરકાયદેસર શુભમ ક્લિનિક નામનું દવાખાનું રાખી એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર તબીબી પ્રેક્ટીસ કરી એલોપેથીક દવાઓ દર્દીઓને આપે છે. જેના આધારે એસ.ઓ.જીની ટીમે તપાસ કરી હતી.

આ તસવીર પ્રતિકાત્મક છે
આ તસવીર પ્રતિકાત્મક છે

ક્લિનિકમાંથી દવાઓ અને ઈન્જેક્શનો મળ્યા
પોલીસને બોગસ ડોક્ટરના ક્લિનિકમાંથી જુદી જુદી કંપનીની એલોપેથિક દવાઓ, ઈન્જેક્શનો તથા મેડિકલ સાધનો મળી કુલ 19,129 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે આરોપીની મુદ્દામાલ સાથે ધરપકડ કરીને તેની વિરુદ્ધ ધી ગુજરાત રજિસ્ટર મેડીકલ પ્રેક્ટ્રીસ એક્ટ 1963ની કલમ 30 મુજબ ગુનો નોંધ્યો છે.

1 એપ્રિલથી 31 મે સુધીમાં 129 નકલી ડોક્ટર ઝડપાયા
​​​​​​​
1 એપ્રિલથી 31 મે સુધીમાં રાજ્યભરમાંથી અંદાજે 129 નકલી ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે જેમાથી 53 બોગસ ડોક્ટર ગ્રામ્ય વિસ્તારોમાંથી ઝડપાયા છે. ત્યારે 18 નકલી ડોક્ટરો તો માત્ર બે દિવસમાં પકડાયા હતા. જેમા વલસાડ જિલ્લામાં સૌથી વધુ 9 નકલી ડોક્ટર ઝડપાયા. વડોદરા ગ્રામ્યમાં 4, પંચમહાલમાં 4, મોરબીમાં એક નકલી ડોક્ટર પકડાયા હતા. મોટાભાગના કિસ્સામાં ગુજરાત બહારથી આવેલા શખ્સો ડિગ્રી વગર નકલી ડોક્ટર બની ગામડાના લોકોને સારવારના નામે લૂંટી રહ્યા હતા. હજુપણ સ્પેશિયલ ટીમ અલગ-અલગ શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારના ડોક્ટરોની શોધ કરી રહી છે અને ઝડપાયા બાદ કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.