• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A Beautiful Picture Of Saputara's Evening After The Arrival Of Monsoon; 2 To 5 Inches Of Rain Forecast In 21 Districts Of The State Till June 16

આવ રે આવ...:ચોમાસાના આગમન બાદ સાપુતારાની સાંજની મનોહર તસવીર; 16 જૂન સુધીમાં રાજ્યના 21 જિલ્લામાં 2થી 5 ઇંચ વરસાદની આગાહી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોમાસાના આગમન બાદ સાપુતારાની સાંજ. - Divya Bhaskar
ચોમાસાના આગમન બાદ સાપુતારાની સાંજ.
  • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા, સોમવાર સુુધીમાં કચ્છને બાદ કરતા મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ

ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આગામી 5 દિવસમાં ચોમाાસાનું આગમન થઈ જશે. હવામાન‌ વિભાગની આગાહી મુજબ 11થી 16 જૂન સુધીમાં રાજ્યના 21 જિલ્લાઓમાં છૂટાછવાયાં ઝાપટાંથી હળવો વરસાદ થવાની શક્યતા છે જ્યારે વલસાડ, દમણ, દાદરા નગરહવેલીના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. ભાવનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો તથા અમદાવાદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ક્યારે, કયા જિલ્લામાં વરસાદની સંભાવના?

  • 12 જૂન - અમદાવાદ, આણંદ, રાજકોટ, અમરેલી, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, દમણ, દાદરા અને નગર હવેલી, દક્ષિણ ગુજરાત.
  • 12-13 જૂન - વલસાડ, નવસારી, સુરત, નર્મદા, ડાંગ, દમણ, ભાવનગર, અમરેલી, સોમનાથ, દીવ
  • 13-14 જૂન - વલસાડ, નવસારી, સુરત, નર્મદા, ડાંગ, દમણ, ભાવનગર, અમરેલી, સોમનાથ, દીવ
  • 14-15 જૂન - વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ, દમણ, દાદર નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, સાબરકાંઠા, અરવલ્લી
  • 15-16 જૂન - દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાગ, દમણ, દાદરા નગર હવેલી, ભાવગનર, અમરેલી, ગીર સોમનાથ, દીવ

હવે ... 21% વધુ વરસાદ, 8 દિવસમાં દેશના અડધાથી વધુ વિસ્તારમાં ચોમાસુ

  • ચોમાસુ માત્ર 8 દિવસમાં અડધાથી વધુ દેશમાં સક્રિય થઈ ગયું છે.
  • સામાન્ય રીતે અડધા દેશને આવરી લેવામાં બે અઠવાડિયા લાગે છે. અત્યાર સુધી દેશમાં 44.5 મિમી વરસાદ થયો. આ સામાન્ય (36.8 મીમી) કરતા 21% વધુ છે.
  • ચોમાસુ આગામી 2 દિવસમાં પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી પહોંચી જશે.
  • શુક્રવારે ચોમાસુ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગ, દક્ષિણ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને બંગાળના વધુ વિસ્તારોમાં પહોંચ્યું.
  • ચોમાસાની ઉત્તરીય સીમા દીવ, સુરત, રાયસેન, દમોહ, ઉમરિયા, પુરી અને કૃષ્ણાનગર માલદા સુધી પહોંચી છે.
  • 13 જૂન સુધી ગુજરાત, મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારો, ઓડિશા, છત્તીસગઢના બાકીના વિસ્તારો તથા સંપૂર્ણ બંગાળ, ઝારખંડ અને બિહાર સુધી ચોમાસુ પહોંચી જશે.