ભારત સરકારના ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન(ડીઆરડીઓ)ના સહયોગથી અમદાવાદના જીએમડીસી કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની ઓકિસજનની સુવિધાવાળી હોસ્પિટલ તાત્કાલિક ઊભી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહને વિનંતી કરી છે, ટૂંકસમયમાં જ મંજૂરી મળશે એવી અમને આશા છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાઇકોર્ટના આદેશ પછી સરકાર દ્વારા લેવાયેલા પગલાની જાહેરાત કરતા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, એપ્રિલ મહિનાના 10 જ દિવસમાં 3.50 લાખ રેમડેસિવીર ઇન્જેકશન સરકારી-ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવ્યા હાવોનું રૂપાણીએ કહ્યું હતું.
હાઇકોર્ટનો જવાબ રજૂ કરવા આદેશ
મુખ્યમંત્રીએ કહ્યુંં કે, હાઇકોર્ટે માત્ર 14મી એપ્રિલે એફીડેેવીટ કરીને સરકાર દ્વારા કરાયેલી કામગીરીની વિગત આપવાનો આદેશ કર્યો છે. ઝાયડસને રેમડેસિવિર લોકોને ઉપલબ્ધ કરાવવા બદલ મુખ્યમંત્રી રૂપાણીએ અભિનંદન આપ્યા હતા. ગુજરાતમાં ખાનગી-સરકારી હોસ્પિટલમાં 30,683, ફેબ્રુઆરીમાં 45,225, માર્ચમાં કુલ 1,84,516, એપ્રિલના પ્રથમ 10 દિવસમાં કુલ 3,51,528 ઇન્જેકશન ઉપલબ્ધ કરાવાયા છે.
દરેક રાજ્યમાં પૂરતા બેડ છે: CM
બેડની સ્થિતિ વિશે જણાવતા રૂપાણીએ કહ્યું હતું કે, અમદાવાદમાં 11 હજાર બેડની વ્યવસ્થા છે ઉપરાંત એલજી અને વીએસ હોસ્પિટલમાં 200-200 બેડ અને 750 બેડ અન્ય નર્સીંગ હોમ ખાતે સુવિધા ઉપલબ્ધ કરાવાશે. વડોદરામાં 10 હજાર બેડ છે. સુરતમાં અત્યારે બેડની સંખ્યા 10 હજાર થઇ છે. રાજકોટમાં 4300 બેડની સુવિધા છે, જેમાં આગામી 10 દિવસમાં 2400 બેડ વધારાશે. અત્યારે 65 હજાર આરટીપીસીઆર ટેસ્ટ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.