ભાસ્કર એક્સક્લૂઝિવ:સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી કનેક્ટેડ 6.34 કિમીના રૂટ પર તાજ સર્કલથી 750 મીટરની ટનલ બનશે

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સરકારમાં દરખાસ્ત, એલિવેટેડ સ્ટેશન બનાવાનું હતું પણ એરપોર્ટ પર ટ્રાફિક વધતાં અંડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવાશે

આગામી સમયમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જવા માટે મેટ્રો ટ્રેનની સુવિધા મળી રહેશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRCL)એ દિલ્હી મોડલને અનુસરીને અંડરગ્રાઉન્ડ અને એલિવેટેડ મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરવા ગુજરાત સરકાર સમક્ષ દરખાસ્ત મૂકી છે. અમદાવાદ એરપોર્ટને કનેક્ટ કરતી મેટ્રોની કામગીરી ફેઝ-3માં કરાશે, જેમાં તાજ સર્કલથી એરપોર્ટ સુધી 750 મીટરની મેટ્રો ટનલ બનશે. અમદાવાદમાં આ બીજી અંડરગ્રાઉન્ડ મેટ્રો ટનલ હશે.

સરકારના શહેરી વિકાસ મંત્રાલય પાસે મંજૂરી માગવામાં આવી
અમદાવાદ એરપોર્ટ પર આગામી સમયમાં નવું પેસેન્જર ટર્મિનલ બનાવવાનું આયોજન છે, જેમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટે્શન સહિત કાર માટેનું મલ્ટિલેવલ પાર્કિંગ સહિત બસ પોઇન્ટ જેવી સુવિધા ઊભી કરાશે, જેથી મુસાફરોને સરળતા રહેશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ એરપોર્ટના રૂટ પર 6.34 કિમી લાંબા મેટ્રો રૂટ પૈકી 750 મીટર અન્ડરગ્રાઉન્ડ એલિવેટેડ સેક્શન માટે ડિઝાઇનિંગ અને પ્લાનિંગની જરૂર પડી છે, જેની સરકારના શહેરી વિકાસ મંત્રાલય પાસે મંજૂરી માગવામાં આવી છે.

અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનથી ટર્મિનલોને જોડવામાં આવશે
2018માં એલિવેટેડ સ્ટેશન સાથેનો ડીપીઆર તૈયાર કરાયો હતો. જોકે એરપોર્ટ પર દિનપ્રતિદિન વધતી જતી મુસાફરોની સંખ્યા અને એર ટ્રાફિક તથા મર્યાદિત જમીનને કારણે અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનથી ટર્મિનલોને જોડવામાં આવશે. આમ 6.34 કિલોમીટરના મેટ્રો રૂટમાંથી 750 મીટર એલિવેટેડથી અન્ડરગ્રાઉન્ડ સેક્શન સુધી લંબાવાશે.

2026 સુધીમાં રોજના 55 હજાર મુસાફરનો અંદાજ
અમદાવાદ એરપોર્ટ પર જમીનની મર્યાદા સામે પેસેન્જર અને એર ટ્રાફિક વધી રહ્યો છે. આગામી વર્ષ 2026 સુધીમાં પ્રતિદિન 55 હજાર અને વાર્ષિક એક કરોડ મુસાફરોને પહોંચી વળવા જીએમઆરસીએલને મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે, જેનો ફાઇનલ ડીપીઆર પણ તૈયાર કરી સરકારને સુપરત કરાયો છે.

શહેરમાં બીજી અંડર ગ્રાઉન્ડ મેટ્રો ટનલ બનશે
અમદાવાદમાં ફેઝ-2માં 6.35 કિમી આ ટનલમાં કોટ વિસ્તારના રૂટનો સમાવેશ થયો છે. ખોખરાથી એપેરલ પાર્કથી લઈ કાંકરિયા ઇસ્ટ, ઘીકાંટા, શાહપુરનો સમાવેશ કરાયો છે. હવે બીજી ટનલનું કામ એરપોર્ટ પર શરૂ કરાશે, જે અમદાવાદ ખાતે બીજી અંડરગ્રાઉન્ડ ટનલ હશે.

અન્ય સમાચારો પણ છે...