તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૂંટ:રાણીપમાં સોનાનો દોરો અને વીંટી લૂંટવા માટે આવેલા ત્રણ સાથે 75 વર્ષના વૃદ્ધાની ઝપાઝપી

અમદાવાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વૃદ્ધાએ એક લુટારુનો હાથ પકડી લઈ પ્રતિકાર કર્યો પણ લૂંટારા દોરો-વીંટી લઈ ભાગ્યા
 • ખોડિયાર માતાના મંદિરનું સરનામું પૂછવાના બહાને રિક્ષામાં 3 લુટારુ વૃદ્ધા પાસે આવ્યા હતા

રાણીપમાં સરનામું પૂછવાના બહાને રિક્ષાચાલક અને 2 સાગરીતોએ ભરબપોરે 75 વર્ષની વૃદ્ધા સાથે ઝપાઝપી કરી દાગીના લૂંટી લીધા હતા. જોકે એકે વૃદ્ધાના ગળામાંથી સોનાનો દોરો તોડ્યો ત્યારે વૃદ્ધાએ લુટારુનો પ્રતિકાર કરતાં બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી, જેમાં લુટારુ વૃદ્ધાની સોનાની વીંટી પણ લૂંટી ગયો હતો. વૃદ્ધાએ બૂમાબૂમ કરવા છતાં રાહદારી કે પોલીસ કોઇ મદદે આવ્યું નહોતું.

રાણીપની ન્યુ તિરૂપતિ સોસાયટીમાં રહેતા મોતીબેન મકવાણા(ઉં.75)પુત્ર ભદ્રેશ અને પુત્રવધૂ મંજુલાબેન સાથે રહે છે. રાણીપની ગાયત્રીકુંજ સોસાયટીમાં મોતીબેનના મોટાભાઈ કાંતિલાલ પરસોત્તમભાઈ મકવાણા રહે છે. ઘણાં સમયથી કાંતિલાલની તબિયત ન હોવાથી મોતીબેન બુધવારે કાંતિલાલના ઘેર જતાં હતાં, દરમિયાન રોડ પર એક રિક્ષામાં 3 માણસોએ આવી, એકે મોતીબેનને ખોડિયાર માતાનું મંદિર ક્યાં આવેલું છે તેમ પૂછ્યું હતું.

જેથી મોતીબેને આવા કોઈ મંદિરની ખબર નથી, તેમ કહીને ચાલવા લાગ્યા હતા. ત્યારે જ તે લુટારુએ મોતીબેને ગળામાં પહેરેલી અઢી તોલાની સોનાની ચેઈન ખેંચી લીધી હતી. જો કે મોતીબેને હાથ પકડી લેતા બંને વચ્ચે થોડી ઝપાઝપી થઇ હતી. જેમાં લુટારુ મોતીબેનના હાથમાંથી અડધા તોલાની સોનાની વીંટી લૂંટીને તેના સાગરીતો સાથે રીક્ષામાં બેસીને ભાગી ગયા હતા.

સીસીટીવી ફૂટેજના આધારે રિક્ષાની તપાસ
મોતીબેન પાસેથી દોરો અને વીંટી લૂંટીને ત્રણેય લુટારુઓ રીક્ષામાં બેસીને જૂની તૂટેલી પાણીની ટાંકી બાજુ ભાગ્યા હતા. જેથી પોલીસે 12 વાગ્યાની આસપાસના સમયના તે રૂટના સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું છે.

વૃદ્ધાએ લુટારુને પકડવાનો પ્રયાસ કર્યો
લુટારુએ મોતીબેનના ગળામાંથી દોરો ખેંચતાની સાથે જ મોતીબેને તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને પકડી શક્યા નહોતા. તેમ છતાં તેમણે લુટારુનો એક હાથ પકડી લીધો હતો. જેના કારણે બંને વચ્ચે ખેંચતાણ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો