દર્દીના હૃદયની એક સાથે બે કે ત્રણ નળીમાં બ્લોકેજ હોય તેવા અનેક દર્દીની સર્જરી કરી છે. પરંતુ, એક સાથે પાંચ નળીમાં બ્લોકેજ હોવાની સાથે સાથે તમામ પાંચેય નળીમાં એન્ડ્રાકેટેટોમીની સાથે આખી નળી ખરબચડી હોય અને તેમાંથી બગાડ કાઢીને સફળ 4 બાયપાસ સર્જરી કર્યાનો મારી 32 વર્ષની હાર્ટ સર્જન તરીકેની કારકિર્દીનો પ્રથમ તેમજ દેશ અને વિદેશનો આ પ્રથમ કિસ્સો છે. આ પ્રકારના હાઇરિસ્ક કેસમાં અનુભવ અને નિપુણતા અત્યંત જરૂરી હોય છે. સર્જરી બાદ દર્દી ચાલતા થયા છે અને શ્વાસ ચઢતો નથી.
61 વર્ષીય મહિલાને છાતીમાં દુખાવો અને શ્વાસ ચઢવાની તકલીફ સાથે લવાયા હતા. હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટે કાર્ડિયોગ્રામ, ઇકો અને એન્જિયોગ્રાફી કરતાં હાર્ટએટેક ચાલુ હતો, હૃદયનું પમ્પિંગ 30 ટકા હતંુ. તેમજ ડાબી બાજુનાં હૃદયની સાથે જમણી બાજુનું હૃદય પણ નબળી પડી ગયું હતું. જેેને મેડિકલ ભાષામાં ‘બાય વેન્ટ્રીક્યુલર ફેલ્યોર’ કહીએ છીએ. મહિલાની એન્જિયોગ્રાફી કરતાં મહિલાના હૃદયમાં એક સાથે પાંચ નળી બ્લોકેજ હોવાનું જણાયું હતું, જેને ‘ડિફ્યુસ ડિસીઝ’ કહે છે. (સમીર રાજપૂત સાથેની વાતચીતને આધારે)
એટેક ન આવે તે માટે લોહી પાતળું કરવાની દવા અપાઈ
દર્દીનું ભારે શરીર હેવી ડાયાબિટીસ, ફ્રેશ હાર્ટ એટેક, ઇજાગ્રસ્ત હૃદયનું બાયપાસ પમ્પિંગ 30 ટકા તેમજ હૃદયના એન્જાઇમ પણ ઘણાં ઉંચા હતા. જેથી હિસ્ટ્રી તપાસતા જણાયું કે, દર્દીને હાર્ટ એટેકે આવે નહિ તે માટે લોહી પાતળું કરવાની દવા હાઇ ડોઝમાં અપાઇ હતી.જેથી લોહી પાતળું કરવાની દવાની સાથે ડાયાબિટીસ પણ કંટ્રોલ કરવાનું હતું. એક સાથે પાંચ નળીની એન્ડ્રાકેટેટોમીની સાથે બાયપાસ કરવાની હોવાથી સર્જરી જોખમી હતી. જેથી દર્દીના પરિવારજનોને સર્જરીના તમામ જોખમો સમજાવીને પાંચેય નળીમાં શું સારવાર થશે એ પછી સર્જરી હાથ ધરાઈ હતી.
પાંચેય નળીમાં ક્ષાર જામ્યો હતો
દર્દીના હૃદયની પાંચેય આખે આખી નળીમાં ક્ષાર જામેલો હતો, જેથી નળીઓમાંથી ક્ષાર દૂર કર્યા વિના એકલી બાયપાસ સર્જરી કરવાથી લોહી સરખી રીતે હૃદય સુધી પહોંચે નહીં, અને બાયપાસ નિષ્ફળ જતા દર્દીને જીવનું જોખમની શક્યતા હતી. જેથી પાંચેય ખરબચડી નળીનો બગાડ કાઢવો જરૂરી હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.