તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેવાનિયત:અમદાવાદના વાડજમાં 60 વર્ષના વૃદ્ધે સાડાત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • પોલીસે ગુનો નોંધી નાસી છૂટેલા વૃદ્ધને પકડવા શોધખોળ હાથ ધરી

વાડજમાં 60 વર્ષના વૃદ્ધે સાડાત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે. સામેના ઘરમાં રમી રહેલી બાળકી નહીં દેખાતાં માતાએ તપાસ કરતાં વૃદ્ધ બાળકીને તેના ઘરે લઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી માતા વૃદ્ધના ઘરે પહોંચતાં વૃદ્ધે બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાનો ઘટસ્ફોટ થતાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

ફાઇલ તસવીર.
ફાઇલ તસવીર.

આ અંગે વાડજ પીઆઈ વી.આર.ચાવડાએ જણાવ્યું હતું કે વાડજ વિસ્તારમાં એક 60 વર્ષના વૃદ્ધ ભાડાના મકાનમાં એકલા જ રહે છે. તેમના પરિવારના સભ્યો ઉત્તરપ્રદેશમાં રહે છે. જ્યારે એ જ મકાનમાં નીચે એક પરિવાર ભાડેથી રહે છે. આ પરિવારની સાડાત્રણ વર્ષની બાળકી મંગળવારે બપોરે ઘરની સામે એક બહેનના ત્યાં રમી રહી હતી. માતા જોવા ગઇ ત્યારે બાળકી ત્યાં ન હતી. માતાએ તપાસ કરતાં કામ કરતા મજૂરોએ જણાવ્યું હતું કે તમારા મકાનની ઉપરના માળે રહેતા વૃદ્ધ બાળકીને લઈ ગયા છે.

આથી માતા તરત જ વૃદ્ધના ઘર તરફ દોડીને જઈ રહી હતી ત્યારે જ બાળકી પગથિયાં ઊતરીને નીચે આવી રહી હતી. જોકે બાળકીની સ્થિતિ જોતાં તેની સાથે કોઈ અઘટિત ઘટના બની હોય એવું માતાને લાગ્યું હતું. આ અંગે માતા - પિતાએ પૂછતાં બાળકીએ કહ્યું હતું કે દાદા મને ઉપર લઈ ગયા હતા અને મારી સાથે અડપલાં કર્યાં હતાં. આ અંગે બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વૃદ્ધને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...