દિવાળીની ઉજવણી:અમદાવાદમાં મણિનગર ખાતેના કુમકુમ મંદિરમાં દિવાળીના દિવસે 6 ફૂટ લાંબા 3 ફૂટ પહોળા ચોપડાનું અને લેપટોપનું પૂજન કરાયું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોપડા પૂજન કરવામાં આવ્યું - Divya Bhaskar
ચોપડા પૂજન કરવામાં આવ્યું
  • સેવા માટે કટિબદ્ધ બનવું જોઈએ.એવો સંદેશો ચોપડા પૂજનમાંથી પ્રાપ્ત થાય છે

અમદાવાદમાં મણિનગર ખાતેના કુમકુમ મંદિરમાં દિવાળીના દિવસે 6 ફૂટ લંબાઈ 3 ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ ચોપડાનું અને લેપટોપનું પૂજન કરવામાં આવ્યું હતું. ગુરુવારે સવારે સ્વામિનારાયણ કુમકુમ મંદિર મણિનગર ખાતે શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં અનેક વેપારીઓ દ્વારા પરંપરાગત ચોપડાનું પૂજન તથા આધુનિક યુગ પ્રમાણે લેપટોપનું પૂજન કરવામાં આવ્યું હતું.

ભારતમાં દિવાળીના દિવસે ચોપડાપૂજન કરાય છે
આ ચોપડાના પૂજન પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આપણા ભારતમાં દિવાળીના દિવસે ચોપડાપૂજન કરાય છે. સરસ્વતી લક્ષ્મી દેવી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન કરાય છે. સરસ્વતી દેવી જ્ઞાનરુપી પ્રકાશ આપે છે. માનવમાં સંસ્કાર અને ચારિત્ર્યનું સિંચન કરે છે. ચોપડાપૂજનમાં કંકુ, કેસર, કસ્તુરી,હળદર આદિમાં ઝબોળીને દાડમની કલમથી ચોપડા લખવાની પરંપરા છે.ચોપડાપૂજન વખતે બાજુમાં મોરના પીછાંને મૂકવામાં આવે છે.

સમાજની કેટલી સેવા થઈ તેનો આજના દિવસે હિસાબ માંડવો જોઈએ
સમાજની કેટલી સેવા થઈ તેનો આજના દિવસે હિસાબ માંડવો જોઈએ

સેવા માટે કટિબદ્ધ બનવાનો સંદેશો ચોપડા પૂજનમાંથી પ્રાપ્ત થાય છે
નવા વર્ષમાં સૌમાં નીતીમત્તા, પ્રમાણિકતા, ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય,ભક્તિ ઉદય થાય તે માટે સ્વામિનારાયણ ભગવાનનું સૌ પૂજન,અર્ચન, આરતી આરાધના કરે છે. માણસ વર્ષ દરમ્યાન કેટલો નફો - નુક્શાન થયો તેનો હિસાબ માંડે છે. તેમ આપણે દેશ અને સમાજની કેટલી સેવા થઈ તેનો આજના દિવસે હિસાબ માંડવો જોઈએ અને દિન પ્રતિદિન વધુ સેવા થાય તે માટે કટિબદ્ધ બનવું જોઈએ.એવો સંદેશો ચોપડા પૂજનમાંથી પ્રાપ્ત થાય છે.

કુમકુમ મંદિરમાં છેલ્લા 31 વર્ષથી ચોપડા પૂજન કરવામાં આવે છે.
કુમકુમ મંદિરમાં છેલ્લા 31 વર્ષથી ચોપડા પૂજન કરવામાં આવે છે.

કુમકુમ મંદિરમાં છેલ્લા 31 વર્ષથી ચોપડા પૂજન થાય છે
કુમકુમ મંદિરમાં છેલ્લા 31 વર્ષથી ચોપડા પૂજન કરવામાં આવે છે. આ પ્રસંગે શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ એ સ્વામિનારાયણ ભગવાનના ચરણ કમળોમાં પ્રાર્થના કરી હતી કે, સહુ કોઈને ધંધામાં વેપારમાં સફળતા મળે. આર્થિક અને શારીરીક રીતે સૌ સુખી થાય. સારાય ભારતની પ્રજાની આર્થિક મંદી દૂર થાય. સૌને ભગવાન સુખી કરે.કોરોના વાયરસ થકી ભગવાન સૌની રક્ષા કરે.