તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A 50 To 60 Percent Decline In Sales Of Sanitizers Due To The Depletion Of Corona; After Mumbai, Cases Of Delta Variant Have Been Reported In Vadodara Surat

કેસ ઓછાં થતાં લોકો બેફિકર બન્યાં:કોરોના ઓછો થતાં સેનિટાઇઝરના વેચાણમાં 50થી 60 ટકાનો ઘટાડો; મુંબઈ બાદ ડેલ્ટા વેરિઅન્ટના કેસ વડોદરા-સુરતમાં નોંધાયા છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા હતા ત્યારે રાજ્યમાં સેનિટાઇઝરના વેચાણમાં ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ છેલ્લા 15થી 20 દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાં સેનિટાઇઝરનું વેચાણ પણ ઘટ્યું છે. સમગ્ર રાજ્યમાં સેનિટાઇઝરના વેચાણમાં 50થી 60 ટકાનો ઘટાડો થયો છે.

ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ચેરમેન જશુ પટેલે જણાવ્યું કે, કોરોનાના કેસોમાં ઘટાડો થતાં રાજ્યમાં સેનિટાઇઝરના વેચાણમાં 50થી 60 ટકાનો ઘટાડો થયો છે. અમેરિકા સહિત વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાના કેસો વધતાં ફરીથી લોકડાઉન કરવું પડ્યું હતું.

એટલું જ નહિ, હાલમાં મુંબઈમાં કોરોનાના નવા વેરિઅન્ટ ડેલ્ટા વેરિઅન્ટના કેસોમાં વધારો થયો છે તેમ જ ડેલ્ટા વેરિઅન્ટના કેસ સુરત અને વડોદરામાં પણ નોંધાયા છે તેમ છતાં લોકો કોરોનાને હળવાશથી લઈ રહ્યા છે. લોકો કોરોનાની ગાઇડલાઇન ભૂલી પ્રવાસો કરી રહ્યા છે અને માસ્ક, સેનિટાઇઝરનો વપરાશ ઘટાડી દીધો છે.

હજુ માસ્ક, સેનિટાઇઝરનો ઉપયોગ જરૂરી છે
કોરોનાના વાઇરસના સંક્રમણથી બચવા માટે માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. હાલમાં કોરોનાના કેસ ઘટ્યા છે, પણ કોરોના સંપૂર્ણ રીતે ગયો નથી. આથી લોકોએ કોરોનાને હળવાશથી લેવાને બદલે નિયમિત સેનિટાઇઝર અને માસ્કનો ઉપયોગ કરીને કોરોના સામે રક્ષણ મેળવવું જરૂરી તેમ એસોસિયેશનના ચેરમેને કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...