રહસ્યમય હાલતમાં મોત:અમદાવાદમાં ફ્લેટમાંથી યુવકની લાશ મળી, ખૂબ જ વાસ આવવા લાગતા આસપાસના રહિશોએ પોલીસ બોલાવી

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ ફ્લેટમાંથી લાશ મળી હતી. - Divya Bhaskar
આ ફ્લેટમાંથી લાશ મળી હતી.

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ગઈકાલે એપાર્ટમેન્ટના એક બંધ ફ્લેટમાંથી 42 વર્ષના યુવકની લાશ મળી આવી હતી. જેને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ તપાસમાં આ યુવકના મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જ્યારે બીજી તરફ પોલીસે અકસ્માતે મોત નોંધીને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

ખોખરા સર્કલ પાસે આવેલા પરિષ્કર-2ના એક ફ્લેટમાં ખૂબ જ વાસ આવતી હતી. જેના કારણે આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ પહોંચી ત્યારે 42 વર્ષીય દીપક ઘનશ્યામભાઈ પટેલની લાશ ત્યાં પડી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ યુવકનું મોત કોઈ બીમારીને કારણે થયું હોવાનું લાગી રહ્યું હતું.

પોલીસે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. આ અંગે અમરાઈ વાડી પોલીસ સ્ટેશનના પીઆઈ જેવી રાઠોડે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, અમને એપાર્ટમેન્ટમાં લાશ મળી હોવાની જાણ થઈ હતી. જેથી આ સમગ્ર મામલે અકસ્માતે મોત નોંધીને તપાસ હાથ ધરી છે. બીજી તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે કે આ યુવકનું મોત કયા કારણસર થયું છે.

અન્ય સમાચારો પણ છે...