નેશનલ ગેમ્સની તૈયારી:રિવરફ્રન્ટ પરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્કેટિંગ માટે માત્ર જમ્પિંગ રિંક હોવાથી 40 લાખની કોટા સ્ટોન રિંક બનાવાઈ

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરેક વેન્યુ પર વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ઊભી કરાશે

રિવરફ્રન્ટના પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્કેટિંગ માટે જમ્પિંગ રિંક હોવાથી તેની પાસે 40 લાખથી વધુના ખર્ચે કોટા સ્ટોન રિંક બનાવાઈ છે. નેશનલ ગેમ્સ માટે દરેક વેન્યુ પર વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ઊભી કરાશે. જે માટે જીપીસીબી એપ્રુવ્ડ એજન્સીઓ સાથે એમઓયુ કરવાની કામગીરી ચાલે છે. દરેક વેન્યુ પર સ્ટ્રો તેમજ પ્લાસ્ટિક ગ્લાસિસ પર પ્રતિબંધ રહેશે, દરેક સ્થળે વધેલું ફૂડ ડોનેટ કરવા માટે પણ કેટરિંગ એજન્સીની જવાબદારી નક્કી કરાઈ છે. ભીનો-સૂકો કચરો અલગ રહે તે માટે દર 50 મીટરે ડસ્ટબિન મુકાશે. જેમાં બાયોડીગ્રેડેબલ વેસ્ટ, પેટ બોટલ,મેડિકલ સેપેરેટ કરાશે.

ક્રાઉન શૂટિંગ :

સંપૂર્ણ શૂટિંગ એરિયાને ક્લર, એલઈડી લાઈટિંગથી અપગ્રેડ, રિમોટ સેટ, મશીન આર્મ અને રબરનું કામ ચાલી રહ્યું છે.

ક્યાં સુધી પૂરું થશે : 15 સપ્ટેમ્બર

સંસ્કાર ધામ : સોઈલ ફિલિંગ અને લેવલિંગ તથા બે ફિલ્ડની લોન મેઈન્ટેનન્સનું કામ ચાલી રહ્યું છે.

ક્યાં સુધી પૂરું થશે : 15 સપ્ટેમ્બર સુધીમાં તૈયારી થઈ જશે.

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રિવરફ્રન્ટ : નવી 25 મીટરની સ્કેટિંગ રિંક કોટા સ્ટોનથી બનાવાઈ રહી છે. કોમ્પ્લેક્સની અંદરની સ્કેટિંગ રિંકનું અપગ્રેડેશન કરાશે.

ક્યાં સુધી પૂરું થશે : 15 સપ્ટેમ્બર

15 સ્થળે રમાનારી નેશનલ ગેમ્સમાં અંદાજે 5054 એથ્લિટ્સ ભાગ લેશે
નેશનલ ગેમ્સમાં 280 ગેમ અને 20 સ્પોર્ટ્સમાં 5 હજારથી વધુ એથ્લિટ્સ ભાગ લેશે.

વિગત2007201120152022
સ્પોર્ટ્સ32333120
સ્પર્ધાત્મક ગેમ380444412280
એથ્લિટ્સ6800697980005054
વેન્યુ18182915

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...