તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ:સોલામાં રહેતી 36 વર્ષીય ડિવોર્સી નર્સને લગ્નની લાલચ આપી યુવકે ચાર વર્ષ દુષ્કર્મ ગુજાર્યું

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

સોલામાં રહેતી 36 વર્ષીય ડિવોર્સી નર્સ અને એક સંતાનની માતાને લગ્નની લાલચ આપી યુવક 4 વર્ષથી દુષ્કર્મ ગુજારતો હતો. અંતે યુવકે લગ્ન નહીં કરતા મહિલાએ તેની વિરુદ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

સોલામાં પુત્ર સાથે ભાડે રહેતી મહિલા નર્સ તરીકે નોકરી કરે છે. 2016માં તેના છૂટાછેડા થયા હતા. 2016માં તે અમદાવાદ ન્યૂ ક્લોથ માર્કેટમાં કાપડ ખરીદવા ગઈ ત્યારે તેની ઓળખાણ કાપડની દુકાનમાં નોકરી કરતા ધર્મેન્દ્ર શર્મા (બાપુનગર) સાથે થઇ હતી. ત્યારથી બંને જણ સંપર્કમાં હતાં. મહિલાને ધર્મેન્દ્રે કહ્યું હતું કે, મારાં લગ્ન નથી થયાં, પણ તું તારા પતિને છૂટાછેડા આપી અમદાવાદ આવી જા. હું તારી સાથે લગ્ન કરીશ. ડિસેમ્બર 2016માં મહિલા તેના પતિને છૂટાછેડા આપી અમદાવાદ આવી હતી અને સોલામાં ભાડાનું મકાન રાખ્યું હતું.

ધર્મેન્દ્ર મહિલાને લગ્નની લાલચ આપી રવિવારે ન્યૂ ક્લોથ માર્કેટમાં તેની દુકાનમાં બોલાવી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારતો હતો. 4 વર્ષથી મહિલાને લગ્નની લાલચ આપી તેની મરજી વિરુદ્ધ ધર્મેન્દ્ર દુષ્કર્મ ગુજારતો હતો. દરમિયાન ધર્મેન્દ્રે અન્ય યુવતી સાથે લગ્ન કર્યાની જાણ મહિલાને થઈ હતી છતાં ધર્મેન્દ્ર તેને ઉઠા ભણાવતો હતો અને મહિલાનો નંબરને બ્લોક કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો