પોસ્કોનો કેસ:નરોડામાં ઘર બહાર રમતી 3 વર્ષની બાળકીને રીક્ષામાં બેસાડી ચાલકે અડપલાં કર્યા, ગણતરીના કલાકમાં પોલીસે ઝડપી પાડ્યો

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
નરોડા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો - Divya Bhaskar
નરોડા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
  • બાળકીએ તેની માતાને તેની સાથે થયેલી હરકતોની માતાને જાણ કરી
  • બાળકીની માતાએ તેના પતિને જાણ કરતાં નરોડા પોલીસમાં ફરિયાદ

નરોડામાં માતા-પિતા સાથે રહેતી 3 વર્ષીય બાળકી તેના ઘર પાસે તેના મિત્રો સાથે રમી રહી હતી તે સમયે નજીકમાં રીક્ષા લઈને બેસેલા એક યુવક બાળકીને નિહાળી રહ્યો હતો. બાદમાં થોડા સમય પછી બાળકી પાસે જઈને તેને ચોકલેટ આપવાની લાલચ આપીને રીક્ષા પાસે બોલાવી હતી. જેથી ચોકલેટ આપવાની લાલચમાં બાળકી રીક્ષા પાસે પહોંચી હતી. બાદમાં આ યુવકે બાળકીને રીક્ષામાં પોતાની પાસે બેસાડીને શારીરીક અડપલાં કરવાના શરૂ કરી દીધા હતા. જો કે બાળકી રડવા લાગી હોવાથી યુવકે બાળકીને રીક્ષામાંથી ઉતારી રીક્ષા મુકીને ફરાર થઈ ગયો હતો.

બીજી બાજુ બાળકીની માતાએ બાળકીને રડતા જોઈને પુછપરછ કરી ત્યારે બાળકીએ રીક્ષા ચાલકની હરકતોની જાણ તેની માતાને કરી હતી. જેથી બાળકીની માતાએ તેના પતિને જાણ કરીને નરોડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં રીક્ષા ચાલકના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો સહિતનો ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં જ બાળકીને શારીરીક અડપલા કરનાર આરોપીની ધરપકડ કરી હતી.

આરોપીની પુછપરછમાં તેણે પોતાનું નામ કલ્પેશ ચાવડા મુળ ગાંધીનગરના લાકરોડા ગામનો અને હાલ નાના ચિલોડા પાસે રહેતો અને તે રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું જણાવ્યું હતું. આ અંગે પોલીસે આરોપી અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે સહીતની સઘન પુછપરછ હાથ ધરી છે.