તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નરોડા GIDC:1200 યુનિટ માટે 25 કરોડના ખર્ચે 27 કિમી લાંબી ડ્રેનેજ લાઈન નખાઇ રહી છે

અમદાવાદ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
નરોડા જીઆઇડીસીના 1200 ઔદ્યોગિક યુનિટોમાં 27 કિમીના રોડને કવર કરતું ડોમેસ્ટિક સુએઝ નેટવર્કનું ચાલી રહેલું કામ - Divya Bhaskar
નરોડા જીઆઇડીસીના 1200 ઔદ્યોગિક યુનિટોમાં 27 કિમીના રોડને કવર કરતું ડોમેસ્ટિક સુએઝ નેટવર્કનું ચાલી રહેલું કામ

નરોડા જીઅાઇડીસીમાં પોલ્યુશન, હેલ્થ અને ચોખ્ખાઈને લઈને વિવિધ પ્રોજેક્ટ પર કામ થાય છે. ત્યારે તેના ભાગરૂપે 50 કરતાં વધારે વર્ષ જૂની ખાળકૂવાને લઈને થતી સમસ્યાનો અંત અાવશે. નરોડા જીઅાઇડીસીના 1200 ઔદ્યોગિક યુનિટોમાં 27 કિમીના રોડને કવર કરતું ડોમેસ્ટિક સુએઝ નેટવર્ક નખાઈ રહ્યું છે. અા એકમો અત્યાર સુધી ખાળકૂવા પર અાધારિત હતાં. હવે 25 કરોડના ખર્ચે અા ડ્રેનેજ લાઈન નખાઈ રહી છે ત્યારે ટ્રીટમેન્ટ થયેલું પાણી અા લાઈન વડે અાગળ જશે. તેનાથી જમીનમાં પ્રદુષિત પાણી નહીં ઉતરે જેથી ભૂગર્ભજળ ચોખ્ખું રહેશે.

નરોડા જીઆઇડીસીના 1200 ઔદ્યોગિક યુનિટોમાં 27 કિમીના રોડને કવર કરતું ડોમેસ્ટિક સુએઝ નેટવર્કનું ચાલી રહેલું કામ
નરોડા જીઆઇડીસીના 1200 ઔદ્યોગિક યુનિટોમાં 27 કિમીના રોડને કવર કરતું ડોમેસ્ટિક સુએઝ નેટવર્કનું ચાલી રહેલું કામ

1200 યુનિટનું ટ્રીટ થયેલું પાણી ડ્રેનેજ લાઈનથી જશે
"અાપણું નરોડા હરિયાળંુ નરોડા'ના સ્વપ્નને સાકાર કરવામાં આવી રહ્યું છે. અહીં જીઆઇડીસીમાં 1200 જેટલા યુનિટ ધમધમે છે. જેનું પાણી અત્યાર સુધી ખાળકૂવાઓમાં જતું હતું. અમે સરકારને રજૂઅાત કરી હતી. જેને પગલે હવે 80 ટકા મદદ સરકારની અને 20 ટકા ફેક્ટરીવાળાઓની તે રીતે ડ્રેનેજ લાઈન સ્થપાઈ રહી છે. તે માટે 25 કરોડ ખર્ચાઈ રહ્યાં છે. અત્યાર સુધી અા બાબતે કોઈ ફોકસ કરાતું નહોતું પણ હવે વિકાસલક્ષી પ્રોજેક્ટને પ્રાયોરિટી અાપીને કામ શરૂ થઈ ગયા છે. આ કામને કારણે પર્યાવરણને ખુબ ફાયદો થશે. -અજય પટેલ, સેક્રેટરી, જીઅાઈડીસી

ખાળકૂવાથી પાણી બેક મારવાની સમસ્યા હોય છે
એ વાત બિલકુલ સ્વાભાવિક છે કે જ્યાં ખાળકૂવા હોય ત્યાં ચોમાસામાં ગંભીર સમસ્યાઓ સર્જાતી હોય છે. ખાળકૂવાને કારણે પાણી બેક મારે કે પછી જમીનમાં ઉદ્યોગોનું પાણી ઉતરે છે, જેને કારણે પર્યાવરણના મોટા પ્રશ્નો પણ સર્જાતા હોય છે. હવે ડ્રેનેજ લાઈન નખાતા અા સમસ્યા નહીં રહે. બીજી તરફ નરોડા વિસ્તારમાં જમીનની નીચે જે પાણી છે તે પણ કુદરતી રીતે જ ક્લિન રહેશે. જેને લઈને હેલ્થના પ્રશ્નો પણ નહીં સર્જાય. એક પછી એક અા પ્રકારના કાર્યો પર હાલ ભાર મુકવામાં આવી રહ્યો છે. -ભરત પટેલ, પ્રેસિડેન્ટ, નરોડા જીઅાઈડીસી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો