તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધનતેરસ:વેપાર-ધંધામાં બરકત લાવતા અને સર્વકાર્ય સિદ્ધ કરતા શ્રીયંત્રની ખરીદીમાં 20 ટકા વધારો

અમદાવાદ5 મહિનો પહેલાલેખક: સંકેત ઠાકર
 • કૉપી લિંક
 • દૂધેશ્વર ખાતેના શનિ મંદિરમાં એકસાથે બે હજારથી વધુ શ્રીયંત્રની પૂજા કરાઈ
 • માત્ર દૂધેશ્વર ખાતેના મંદિરમાં લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની મૂર્તિ એકસાથે છે

ધનતેરસે શ્રીયંત્રની પૂજાનું અનેકઘણું મહત્ત્વ છે. શાસ્ત્રોમાં તેમજ જ્યોતિષાચાર્યોના જણાવ્યા મુજબ, ધંધા, રોજગારમાં બરકત તેમજ સર્વકાર્ય સિદ્ધિ માટે શ્રીયંત્રની પૂજા કરવામાં આવતી હોય છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પાંચ હજારથી વધુ શ્રીયંત્રની લોકોએ ખરીદી કરી છે. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે શ્રીયંત્રના વેચાણમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે.

દૂધેશ્વરના ધોબીઘાટ ખાતે આવેલા શનિદેવના મંદિરમાં ધનતેરસે 2 હજાર શ્રીયંત્રની પૂજા કરવામાં આવી હતી. સામાન્યપણે દર ધનતેરસે એક હજાર શ્રીયંત્રની પૂજા થતી હોય છે. મંદિરના પૂજારી અનિલ શર્માના જણાવ્યાનુસાર, પૂજા પછી આ શ્રીયંત્ર ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવ્યા હતા.

શાસ્ત્રો મુજબ શ્રીયંત્રની પૂજા કરવાથી ધન, યશ અને કીર્તિમાં વધારો થાય છે
જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર, શ્રીયંત્રની પૂજા કરવાથી ધન-દોલત, ઐશ્વર્ય અને માન-સન્માનમાં વધારો થતો હોય છે. યંત્રની પૂજા સર્વકાર્ય સિદ્ધિ માટે મહત્ત્વની ગણાય છે. તેની પૂજાથી જીવનમાં સમસ્યાઓના ઉકેલનો માર્ગ સરળ બને છે. પરંપરા મુજબ, કેટલાક મંદિરમાં લક્ષ્મીજીને 108 કમળનો હાર અર્પણ કર્યા પછી શ્રીયંત્ર પર અભિષેક કરી તેની પૂજા કરવામાં આવતી હોય છે. ધોબીઘાટ ખાતે આવેલા શનિદેવના મંદિરમાં એક હજાર વર્ષ જૂની લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાનની મૂર્તિ એકસાથે છે. સમગ્ર ગુજરાતના કોઈ પણ મંદિરમાં આ પ્રકારે લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની મૂર્તિ એકસાથે જોવા મળતી નથી. ધનતેરસે મંદિરમાં લક્ષ્મીજીની વિશેષ પૂજા કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો