ભાસ્કર એક્સક્લુઝિવ:સ્પર્શ મહોત્સવ માટે ત્રણ મહિનામાં 1500 ફૂટ પહોળો, 70 ફૂટ ઊંચો ગેટ તૈયાર કરાયો

અમદાવાદ22 દિવસ પહેલાલેખક: સંકેત ઠાકર
  • કૉપી લિંક
સ્પર્શમાં 1500 ફૂટના વિશાળ પ્રવેશ દ્વારનું નિર્માણ કરાયું છે. જેને તૈયાર કરવામાં 3 મહિનાનો  સમય લાગ્યો છે. - Divya Bhaskar
સ્પર્શમાં 1500 ફૂટના વિશાળ પ્રવેશ દ્વારનું નિર્માણ કરાયું છે. જેને તૈયાર કરવામાં 3 મહિનાનો સમય લાગ્યો છે.
  • 10 લાખથી વધુને સોશિયલ મીડિયાના માધ્યમથી આમંત્રિત કરાયા

સ્પર્શ મહોત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે મહોત્સવના ભાગરૂપે મોટી સંખ્યામાં સ્વયંસેવકો સેવા કર્યો કરી રહ્યા છે. રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબના 400 પુસ્તક વિમોચન કાર્યક્રમ સંદર્ભે આ મહોત્સવની ઉજવણી કરાશે. મહોત્સવના કન્વીનર પાલક શાહના જણાવ્યા અનુસાર પદ્મભૂષણ વિભૂષિત, આચાર્ય રત્નસુંદરસૂરિ મ.સા.ના 400માં પુસ્તક વિમોચન પ્રસંગ સ્પર્શ મહોત્સવને સોશ્યલ મીડિયામાં ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યો છે.

પ્રસંગ અગાઉ, પ્રસંગ દરમ્યાન અને પ્રસંગ પછી એમ ત્રણ તબક્કામાં સોશ્યલ મીડિયા, ઇલેકટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, આઉટડોર મીડિયામાં કેમ્પિંગન શરુ કરવામાં આવ્યું છે. સમિતિ તરફથી છેલ્લા ૩ - ૩ વર્ષથી માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. મહોત્સવમાં લોકોને આમંત્રણ આપવા માટે 2 હજારથી વધારે સોશિયલ મીડિયા ગ્રૂપ 3 વર્ષ પહેલાથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે. રત્નસુંદરસૂરીશ્વરજી મ.સાનું ઋણ અદા કરવા આ મહોત્સવ યોજાય છે.

500થી વધુ ગામડાનાં લોકોને પણ આમંત્રણ
સમિતિ દ્વારા 10 લાખથી વધારે લોકોને મેસેજ મોકલીને ગણતરીની પળોમાં દુનિયાભરમાં ફેલાઈ જાય, એ જ રીતે દેશના 500થી વધુ ગામડાંઓમાં યુવાનો, દીકરાઓ અને બહેનો દ્વારા સોસાયટીઓ પર ફરી ફરી દરેક ધર્મ, સંપ્રદાય અને સમાજના દરેક વર્ગને મહોત્સવ માટે આમંત્રિત કરાયાં.

અન્ય સમાચારો પણ છે...