તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કેનાલમાં બોલ લેવા ગયેલો 13 વર્ષનો કિશોર ડૂબી ગયો

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફતેહવાડીમાં ઉર્વી પાર્ક પાસેના મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા હતા તે સમયની ઘટના

ફતેહવાડી ઉર્વી પાર્ક પાસેના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે બોલ કેનાલમાં જતા બોલ લેવા કેનાલમાં પડેલો કિશોર ડૂબી ગયો હતો. આ અંગે વેજલપુર પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફતેહવાડીમાં આવેલ ફીઝા રો હાઉસમાં રહેતા મુજીબુર રહેમાન રઝવી(27)નો નાનો ભાઈ તલ્હા(13) બુધવારે સવારે 11 વાગ્યે મિત્રો સાથે ઉર્વી પાર્ક પાસેના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતો હતો.

દરમિયાન બોલ કેનાલમાં જતા તલ્હા બોલ લેવા કેનાલ ભણી ગયો હતો. જોકે લાંબા સમય સુધી તલ્હા પાછો નહીં આવતા મિત્રોએ તેના પરિવારને જાણ કરી હતી. તેમજ પોલીસ અને ફાયર બ્રિગેડને પણ બોલાવી લેવાયા હતા. ફાયર બ્રિગેડની ટીમે લગભગ 28 કલાક સુધી શોધખોળ કર્યા બાદ અસલાલીની કેનાલમાંથી કિશોરનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરીને તલ્હાનો મૃતદેહ પરિવારને સોંપી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો