તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જીસીએસ હોસ્પિટલમાં 66 વર્ષીય વૃદ્ધાના અંડાશયમાંથી 13 કિલોની ગાંઠ બહાર કાઢીને નવજીવન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પેટમાં દુ:ખાવોની સાથે પેટ વધારે ફુંલતું લાગતાં ડોક્ટરને બતાવ્યું હતું. સીટી સ્કેન કરાવતા ગાંઠ જણાઇ ત્યારે ઓપરેશન કરાવી સારવાર લેવાની સલાહ અપાતાં તેમણે જીસીએસ હોસ્પિટલમાં ગાયનેક વિભાગનો સંપર્ક કર્યો હતો.
3 કલાક ઓપરેશન ચાલ્યું
66 વર્ષીય પુષ્પાબેને થોડા વર્ષ અગાઉ ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાવ્યું હતું. પેટમાં દુઃખાવો વધવાની સાથે સાથે તેમને ખાવા-પીવાની તકલીફ થવા લાગી હતી. અંડાશયમાં રહેલી ગાંઠ દિવસે દિવસે મોટી થતાં પેટની સાઈઝ વધતી જતી હતી. જેથી જીસીએસ હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગમાં ડો. દિવ્યેશ પંચાલ દ્વારા જરૂરી રિપોર્ટસ કરાયા બાદ ઓપરેશન દ્વારા ગાંઠ બહાર કાઢવાનું નક્કી કર્યું હતું. આ ઓપરેશનમાં ગાયનેક ટીમના ડો. દિવ્યેશ પંચાલ, ડો. શિખા ચંદ્રાવત, ડો. નીતિન ગંભાવા , ડો. સાક્ષા ધોળકીયા અને ડો. મિસબાહ મન્સુરી જોડાયા હતા. એનેસ્થેટિક વિભાગ અને પેથોલોજી વિભાગના સહયોગથી ડો. દિવ્યેશ પંચાલ અને તબીબોની ટીમે સતત ત્રણ કલાક સુધી ઓપરેશન કરીને ગાંઠને સફળતાપૂર્વક બહાર કાઢી હતી.
કેન્સરની શંકા જતાં હોસ્પિટલનો દર્દીએ સંપર્ક કર્યો હતો
જીસીએસ હોસ્પિટલના ડો. દિવ્યેશ પંચાલે (એસો. પ્રોફેસર - ગાયનેકોલોજી અને પ્રસુતિ વિભાગ) જણાવ્યું કે, અંદાજે 13 કિલો વજનની ગાંઠના કારણે પેટ ફૂલી જતા મહિલા દર્દી માટે ઊઠવું, બેસવું અને ચાલવું અશક્ય બન્યું હતું. કેન્સરની શંકા જતાં જીસીએસ હોસ્પિટલમાં ગાયનેક વિભાગનો સંપર્ક કર્યો હતો. ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવવું મહિલા માટે આર્થિક રીતે પોસાય તેમ ન હતું. પરંતુ જીસીએસ હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના હેઠળ નિઃશુલ્ક સારવારનો લાભ મળ્યો હતો.
3 વર્ષમાં હોસ્પિટલમાં 100થી વધુ ગાયનેક કેન્સર દર્દીની સારવાર
ત્રણ કલાકના આ ઓપેરેશન બાદ 13 કિલો વજનની આ ગાંઠ સફળતાપૂર્વક બહાર કાઢવમાં આવી હતી. આ ગાંઠનું કદ 32 સેમી જેટલું હતું. છેલ્લા ત્રણ વર્ષમાં જીસીએસ હોસ્પિટલમાં 100થી વધુ ગાયનેક કેન્સરના દર્દીઓની સફળ સારવાર કરવામાં આવી છે, જેમાં 56થી વધારે દર્દીઓને સર્જરી દ્વારા સારવાર આપવામાં આવી છે. જેમાંથી મોટા ભાગના દર્દીઓએ આયુષ્માન ભારત યોજના હેઠળ નિ:શુલ્ક સારવારનો લાભ મેળવ્યો હતો. જીસીએસ હોસ્પિટલમાં હાલમાં મોં-ગળા, સ્તન, ફેફસા, ગર્ભાશય, અન્નનળી-આંતરડા, થાઈરોઈડ, બ્લડ કેન્સર વગેરે પ્રકારના કેન્સરની પણ સારવાર ઉપલબ્ધ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.