તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળીના ઉજવણી:મણિનગરના કુમકુમ મંદિરમાં ચોપડાની 12 ફૂટની પ્રતિકૃતિ બનાવી પૂજન કરાયું

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાને કારણે મંદિરોમાં ચોપડા, લેપટોપનું ઓનલાઇન પૂજન થયું

કોરોનાને કારણે શહેરનાં વિવિધ મંદિરો ઓનલાઇન ચોપડા અને લેપટોપનું પૂજન કરાયું હતું. મણિનગરં કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં આનંદપ્રિયદાસજીની નિશ્રામાં ઓનલાઇન ચોપડાનું પૂજન તથા આધુનિક યુગ પ્રમાણે લેપટોપનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાન સમક્ષ 12x6 ફૂટના વિશાળ ચોપડાની પ્રતિકૃતિ મૂકવામાં આવી તેનું પૂજન કરાયું હતું.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, હાલ કોરોના વાઇરસના કારણે આપણે સૌ કોઈએ ઓનલાઈન જ ચોપડાનું પૂજન કરવું હિતાવહ છે. મંદિરોમાંથી સંતો દ્વારા ઓનલાઈન પૂજનમાં જોડાવું જોઈએ. આજના યુગ પ્રમાણે ચોપડાની જેમ લેપટોપમાં પણ હિસાબ લખવામાં આવે છે તેથી તેનું પૂજન કરવાથી પણ સરખું જ ફળ પ્રાપ્ત થાય છે. કુમકુમ મંદિર દ્વારા 35 વર્ષથી ચોપડા પૂજન કરવામાં આવે છે. આ પ્રસંગે આનંદપ્રિયદાસજી સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના ચરણ કમળમાં પ્રાર્થના કરી હતી કે, સહુ કોઈને ધંધા-વેપારમાં સફળતા મળે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો