તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં કોરોના કાબૂમાં:એકમાત્ર ચાંદખેડાના કલાધામ ફ્લેટને પણ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં દૂર કરાયો, હવે શહેરમાં એકેય નહીં

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર અને જિલ્લામાં 100 દિવસ બાદ 100થી ઓછા કેસ નોંધાયા

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી બાદ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. જો કે શહેરમાં હવે કોરોના કાબૂમાં આવી ગયો છે અને 100થી નીચે કેસ નોંધાઈ રહ્યા છે. શહેરમાં 1 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતો. ત્યારે શહેરના એકમાત્ર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન એવા ચાંદખેડાના કલાધામ ફ્લેટ દૂર આવ્યો છે. હવે શહેરમાં એકેય માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી નથી.

હવે અમદાવાદ શહેરમાં ડબલ ડિજિટમાં નવા કેસ
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે શહેર અને જિલ્લામાં 99 દિવસ બાદ 100થી ઓછા કેસ નોંધાયા છે. 3 માર્ચે અગાઉ 117 કેસ નોંધાયા હતા. જ્યારે 24 કલાકમાં 98 નવા કેસ નોંધાયા છે અને 3 દર્દીના મોત થયા છે. તેમજ 275 દર્દી સાજા થયા છે.

8 જૂનની સાંજથી 9 જૂનની સાંજ સુધીમાં શહેરમાં 93 અને જિલ્લામાં 5 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 268 અને જિલ્લામાં 7 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 3 દર્દીના મોત થયાં છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 36 હજાર 836 થયો છે. જ્યારે 2 લાખ 30 હજાર 896 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 373 થયો છે.

અન્ય સમાચારો પણ છે...