તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના મેડિસિટીના વિવિધ રસીકરણ કેન્દ્રમાં 983 લોકોએ કોરોનાની રસી લીધી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કુલ 275 હેલ્થકેર વર્કરોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું - Divya Bhaskar
કુલ 275 હેલ્થકેર વર્કરોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું
 • સિવિલ હોસ્પિટલમાં 496 વ્યક્તિઓને કોરોનાની રસી આપી સુરક્ષિત કરાયા
 • યુ.એન.મહેતા ખાતેના રસીકરણ કેન્દ્રમાં પ્રાથમિકતા ધરાવતા 250 લોકોને રસી અપાઈ
 • કિડની રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના રસીકરણ કેન્દ્રમાં 237 લોકોએ કોરોના રસીકરણ કરાવ્યું

એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર ખાતે રસીકરણ કામગીરી સુપેરે ચાલી રહી છે. આજે સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં સિવિલ હોસ્પિટલના 170 હેલ્થકેર વર્કરોને પ્રથમ ડોઝ જ્યારે 105 હેલ્થકેર વર્કરોને દ્વિતીય ડોઝ એમ કુલ 275 હેલ્થકેર વર્કરોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું . જ્યારે કોમોર્બિડીટી ધરાવતા 68 વ્યક્તિઓ અને 58 વરિષ્ઠ નાગરિકોને રસી આપવામાં આવી હતી. વેક્સિનેશન કરાવ્યા બાદ સુલોચનાબહેન કહે છે કે, સરકારી હોસ્પિટલમાં રજીસ્ટ્રેશનથી લઇ વેક્સિનેશન સુધીની તમામ વ્યવસ્થા બહુ સરસ છે.

સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં સ્થિત યુ.એન.મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચમાં આજે 250 લોકોને રસી આપવામાં આવી. જેમાં 155 હેલ્થકેર વર્કર્સ, 16 ફ્રંટલાઈન વર્કર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 45થી 60વર્ષની વચ્ચેની વય અને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા 19 લોકોને રસી આપવામાં આવી. જ્યારે 60થી વધુ વય ધરાવતા 60 વરિષ્ઠ નાગરિકોને રસી આપવામાં આવી.

જ્યારે કિડની રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ ખાતે 237 લોકોને રસી અપાઈ. જેમાં 19 હેલ્થકેર વર્કર્સ, 47 સિનિયર સિટીઝનનો સમાવેશ થાય છે. જ્યારે 45થી વધુ વય ધરાવતા અને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા 171 લોકોનો સમાવેશ થાય છે.

સુલોચનાબહેને સરકારી હોસ્પિટલમાં રજીસ્ટ્રેશનથી લઇ વેક્સિનેશન સુધી પ્રક્રિયાના વખાણ કર્યા
સુલોચનાબહેને સરકારી હોસ્પિટલમાં રજીસ્ટ્રેશનથી લઇ વેક્સિનેશન સુધી પ્રક્રિયાના વખાણ કર્યા

અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિક સુલોચના બહેન કંસારાએ સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર ખાતે કાર્યરત કોરોના રસીકરણ કેન્દ્રમાં કોવિશિલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવ્યા બાદ પ્રતિભાવ આપતા કહ્યું કે, સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં કોરોના રસીકરણ માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અમારા જેવા વયસ્ક નાગરિકો માટે રજીસ્ટ્રેશનથી લઇને રસી મેળવવા સુધીનું વ્યવસ્થાપન અસરકારક છે. ખૂબ જ ટૂંકા ગાળામાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને મને વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવવામાં આવ્યો. વેક્સિન લીધા બાદ અડધો કલાક દેખરેખ હેઠળના રૂમમાં બેઠા બાદ હાલ હું ઘરે જઇ રહી છું. મને આ અડધો કલાકમાં કોઇપણ પ્રકારની આડઅસર વર્તાઇ નથી. સુલોચના બહેને અમદાવાદ શહેરના તમામ વરિષ્ઠ અને કોમોર્બિડ નાગરિકોને વેક્સિન સંપૂર્ણ પણે સલામત હોવાનો સંદેશ પાઠવી કોરોના રસીકરણ કરાવવા માટે અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોવીડના કેસની સંખ્યા વધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાકીદની બેઠક યોજી રસીકરણની ઝુંબેશ વધુ વેગવાન બનાવવાની સૂચના આપી હતી, જેના પગલે સરકારી હોસ્પિટલોમાં યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો