AMCનો નિર્ણય:શહેરમાં 97 જગ્યાએ સૌથી વધુ રખડતા પશુઓ કચરાની સિલ્વર ટ્રોલીના કારણે રોડ પર હોવાથી સિલ્વર ટ્રોલી દૂર કરાશે

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

રસ્તે રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજી બાદ ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરિટીએ ઓગસ્ટ મહિનામાં કરાયેલા સર્વેમાં કુલ 97 જેટલી જગ્યાઓ પર મ્યુનિસિપલ કોર્પોરેશનની સિલ્વર ટ્રોલીઓમાં કચરો નાખવામાં આવે છે. જે જગ્યાઓ પર ગાય ભેંસ જેવા પશુઓ રોડ પર વધુ ફરતાં મળે છે. જે હોટસ્પોટ બન્યા છે. તેવો રિપોર્ટ આપ્યો હતો જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ 97 જગ્યાએથી હવે સિલ્વર ટ્રોલીઓ ને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જગ્યા ઉપર સવારથી મોડી રાત સુધી કચરો ન થાય તેના ઓબ્ઝર્વેશન માટે ચાર સભ્યોની મોનિટરિંગ ટીમની પણ રચના કરી દેવામાં આવી છે.

શહેરમાં રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજી બાદ ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરિટીને સર્વે માટેનો આદેશ આપવામાં આવ્યો હતો જે અંતર્ગત કરાયેલા સર્વેમાં

શહેરમાં આવેલી 97 જેટલી સિલ્વર ટ્રોલીઓના લોકેશન પર કચરાનો સ્પોટ હોવાના કારણે તે વિસ્તારમાં ગાય-ભેંસ જેવા પાલતુ પ્રાણીઓ રસ્તા પર ફરતા જોવા મળે છે તેઓ રિપોર્ટ હાઇકોર્ટમાં સોંપવામાં આવ્યો હતો. રખડતા પશુઓના આવા હોટસ્પોટ લોકેશન મળી આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે કચરો ફેંકવા માટે મુકવામાં આવેલી આ તમામ 97 સિલ્વર ટ્રોલીઓ હટાવી લેવાનો નિર્ણય કરાયો છે. સિલ્વર ટ્રોલી હટાવ્યા બાદ ત્યાં લોકો કચરો ફેંકી ન જાય તે માટે સવારના 6થી રાતના 12 વાગ્યા સુધી સુપરવિઝનની વ્યવસ્થા ગોઠવવાનું પણ આયોજન કરાયું છે. ઉપરાંત જે લોકેશન પરથી ન્યુસન્સ દુર કરવામાં આવ્યું હોય ત્યાં બ્યુટીફીકેશનની કામગીરી કરવાની રહેશે.

સિલ્વર ટ્રોલી ઉપાડી લેવામાં આવ્યા બાદ ત્યાં નાગરિકો દ્વારા નાખવામાં આવતો કચરો ડોર ટુ ડોર અથવા ગેટ ટુ ડમ્પ સિસ્ટમમાં લેવાની વ્યવસ્થા કમિટીએ ગોઠવવાની સુચના અપાઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી 97 સિલ્વર ગાર્બેઝ ટ્રોલી હટાવવામાં આવ્યા બાદ સવારના 6 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી આ પોઈન્ટ પર કચરો આવતો અટકાવવા માટે સુપરવિઝનની વ્યવસ્થા ગોઠવવાની રહેશે. જેમાં કોર્પોરેશન દ્વારા શહેરના 7 ઝોનમાં આવેલા 48 વોર્ડમાં આવતા આ 97 લોકેશન માટે સંબંધિત ઝોનના આસિ. મ્યુનિ. કમિશનરની અધ્યક્ષતા હેઠળ સંબંધિત વોર્ડ પીએચએસ, વોર્ડ આસિ. ઈજનેર, વોર્ડ એસ્ટેટ ઈન્સ્પેક્ટર અને કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર એમ 4 સભ્યોની તમામ 48 વોર્ડ માટે મોનિટરીંગ કમિટીની રચના કરવામાં આવી છે.

કયા ઝોનમાં કેટલી સિલ્વર ટ્રોલી હટાવાશે ?

ઝોન ટ્રોલીની સંખ્યા

પુર્વ 13

ઉત્તર પશ્ચિમ 4

મધ્ય 10

પશ્ચિમ 15

ઉત્તર 28

દક્ષિણ 19

દક્ષિણ પશ્ચિમ 8

કુલ 97

અન્ય સમાચારો પણ છે...