તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્ય સરકાર દ્વારા ઝૂપડપટ્ટીઓને વીજળીકરણ યોજના હેઠળ ઝૂપડામાં વસનારાને વીજળી આપવાની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં છેલ્લા 5 વર્ષમાં 2,39,531 ઝૂપડાવાસીઓએ વીજળી આપવાની રાજ્યના ઉર્જા વિભાગ સમક્ષ માગ કરી હતી. આ પૈકી 2,32,219 ઝૂપડાવાસીઓને વીજળી આપી દેવાઈ હોવાનું સરકારના સુત્રોનું કહેવું છે. સુત્રોના કહ્યા પ્રમાણે ઝૂપડાવાસીઓની માગણી પ્રમાણે 97(96.94) ટકા ઝૂપડાઓમાં વીજળી પુરી પાડવામાં આવી છે.
16 જિલ્લામાં 100 ટકા વીજળી અપાય
સુરતમાંથી 1437, તાપીમાંથી 346, વલસાડમાંથી 302, નવસારીમાંથી 1610, ભરૂચમાંથી 4433, નર્મદામાંથી 1111, અમરેલી 7614, ભાવનગર 12677, દેવભૂમિક દ્વારકા 1394, ગીર સોમનાથ 12624, જામનગર 3255, જૂનાગઢ 10632, કચ્છ 2883, મોરબી 4164, પોરબંદર 4334, રાજકોટ 17703 એમ 16 જિલ્લામાંથી આવેલી અરજીઓને વીજળી પુરી પાડવામાં આવી છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.