દેશી દારૂ બનાવવા નવી મોડસ ઓપરેન્ડી:નદીના પટ-કોતરમાં દાટી દેવામાં આવેલાં 97 પીપડાં પકડાયાં; રોજનો હજારો લીટર દેશી દારૂ બનાવી વેચતી મહિલા બુટલેગર-પુત્ર ફરાર

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાબરમતીના પટમાં 97 પીપડાંમાં 9800 લીટર વોશ ભરવામાં આવ્યો હતો. - Divya Bhaskar
સાબરમતીના પટમાં 97 પીપડાંમાં 9800 લીટર વોશ ભરવામાં આવ્યો હતો.
  • પીસીબીની ટીમોએ દરોડા પાડીને દેશી દારૂ બનાવવાની સામગ્રી અને ભઠ્ઠીઓનો નાશ કર્યો

કોતરપુર ખાતેના નદીના પટમાં અને નદીના કોતરમાં ધમધમતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ઉપર પીસીબી એ દરોડો પાડયો હતો. દરમિયાનમાં ત્યાં જમીનમાં દાટેલા દારૂ ગાળવાના વોશ ભરેલા 97 પીપડા તેમજ ગોળ સહિતની સામગ્રી મળી આવી હતી. રોજનો હજારો લીટર દેશી દારુ બનાવીને વેચતા માતા-દીકરો ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી.

એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નદીના પટમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની બાતમી પીસીબી પીઆઈ તરલ ભટ્ટને મળી હતી. તેમણે રવિવારે સવારે ટીમો સાથે દરોડો પાડી જમીનમાં દાટેલા દેશી દારૂ ગાળવાનો 9800 લીટર વોશ ભરેલા 97 પીપડા તેમજ અખાદ્ય ગોળ ભરેલા 22 કોથળા પકડી પાળી તમામનો નાશ કર્યો હતો.

પોલીસે તપાસ કરતા આ જગ્યાએ કમલા માલાવત અને તેનો દીકરો ધર્મેન્દ્ર ઉર્ફે શેરુ ભવરસિંહ (સરદારનગર) દારૂ બનાવતા હતા. જેથી તે બંને વિરુધ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને મુદ્દામાલ સાથે આગળની તપાસ એરપોર્ટ પોલીસને સોંપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...