બદલી:આરટીઓમાં 96 જુનિયર અને સિનિયર ક્લાર્કની પસંદગીના સ્થળે બદલી કરાઈ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

વાહનવ્યવહાર વિભાગે જુનિયર અને સિનિયર કલાર્ક કક્ષાના 96 કર્મચારીની પસંદગીના સ્થળે બદલી કરી છે. વાહનવ્યવહાર વિભાગ દ્વારા કરાયેલી બદલીઓમાં કેટલાક વિવાદીત કર્મચારીઓ પણ છે. આવા કર્મચારીઓને બે વર્ષ થયા હોય તો પણ પસંદગીના સ્થળે બદલી કરી આપી છે.

આમાં નબળી કામગીરી, કામગીરીમાં લાપરવાહી તેમજ ગેરરીતિના પગલે ફટકારેલી નોટિસવાળા કર્મચારીઓનો પણ સમાવેશ છે. આ કર્મચારીઓની બદલીઓથી વિવાદ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...