મોન્સૂન રિપોર્ટ કાર્ડ:ગુજરાતમાં 95% વરસાદ સપ્ટેમ્બરમાં 10 વર્ષનો સૌથી વધુ, કુલ 31 ઇંચમાંથી 16 ઇંચ વરસાદ સપ્ટેમ્બરમાં

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ 95 ટકા વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે સૌથી વધુ વરસાદ સપ્ટેમ્બર મહિનામાં થયો છે. આંકડાઓ અનુસાર રાજ્યમાં અત્યાર સુધી 798.7 મીમી (31 ઇંચ) વરસાદ નોંધાયો છે. જેમાંથી 426.21 મીમી (16 ઇંચ) એકલા સપ્ટેમ્બરમાં નોંધાયો છે. સપ્ટેમ્બરમાં છેલ્લા 10 વર્ષનો સૌથી વધુ વરસાદ પડ્યો છે.

સેન્ટરના જણાવ્યા પ્રમાણે આ વર્ષે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ જિલ્લામાં 130 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં 11.7 ટકા તથા ઉત્તર ગુજરાતમાં 512.96 મીમી સાથે કુલ 71.59 ટકા વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં સિઝનનો કુલ 83.65 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 93.05 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યના અરવલ્લી જિલ્લામાં સૌથી ઓછો 62.58 ટકા વરસાદ પડ્યો છે જ્યારે ડાંગમાં 67.86 ટકા વરસાદ નોંધાયો છે.

છેલ્લા 4 માસમાં કેટલો વરસાદ

જૂન120.4 મીમી
જુલાઇ176.7 મીમી
ઓગસ્ટ65.32 મીમી
સપ્ટેમ્બર426.21 મીમી
અન્ય સમાચારો પણ છે...