તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણામ:ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું 9.26% પરિણામ

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ 9.26 ટકા જાહેર થયું છે. પૂરક પરીક્ષા માટે 23,689 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જ્યારે કે તેમાંથી 19,724 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 1826 ઉમેદવારો જ પાસ થયા છે.

વિદ્યાર્થીઓમાં એ-ગ્રૂપનું 12.29 અને બી ગ્રૂપનું 07.52 ટકા પરિણામ જાહેર કરાયું છે. જ્યારે કે એબી ગ્રૂપમાંથી 3 ઉમેવારો રજિસ્ટર્ડ થયા હતા, જેમાંથી એકપણ વિદ્યાર્થી પાસ થયા નથી. જ્યારે કે વિદ્યાર્થિનીઓમાં એ- ગ્રૂપમાં 16.84 ટકા, બી- ગ્રૂપમાં 8.80 ટકા અને એબી ગ્રૂપમાં એકપણ વિદ્યાર્થિનીએ રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતું. ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 28 સપ્ટેમ્બરે યોજાવાની છે. બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે.

અન્ય સમાચારો પણ છે...