તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજારોમાં બેખૌફ બનીને ફરવું ભારે પડ્યું:દિવાળીએ અમદાવાદમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો, એક સાથે 91 કેસ આવ્યા, ખાનગી હોસ્પિટલોમાં માત્ર 20 જ વેન્ટીલેટર ઉપલબ્ધ

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
તમામ આંકડા અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન(AHNA) મુજબ 15 નવેમ્બરના સવારના સાડા 9 વાગ્યાની સ્થિતિએ - Divya Bhaskar
તમામ આંકડા અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન(AHNA) મુજબ 15 નવેમ્બરના સવારના સાડા 9 વાગ્યાની સ્થિતિએ

દિવાળીના તહેવારોમાં શહેરમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દિવાળી તહેવારોને કારણે અઠવાડીયાથી લોકો બેખૌફ બનીને જાણે કે કોરોના છે જ નહીં એ રીતે ખરીદી કરવા નીકળી પડ્યા હતા. જેને પગલે કોરોના વિસ્ફોટ થવાની ભીતિ સેવવામાં આવી રહી છે જે હવે સાચી પડવા લાગી છે. રાજ્યમાં 4 દિવસથી દૈનિક 1100થી વધુ નવા કેસો નોંધાવા લાગ્યા છે. પરંતુ આજથી હવે કોરોનાના કેસોનો બોમ્બ ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં દિવાળીના દિવસે રાતે 91 જેટલા કેસ પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો છે. જેને કારણે આરોગ્ય તંત્ર પણ સફાળુ જાગી ગયું છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન(AHNA) મુજબ, AMC ક્વોટાની 72 ખાનગી હોસ્પિટલોમાં માત્ર 20 જ ICU વેન્ટિલેટર ખાલી છે. જ્યારે કુલ 231 બેડ જ હાલ ઉપલબ્ધ છે. જો સાવચેતી નહીં દાખવીએ તો એપ્રિલ-મે જેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે.

આતશબાજીઓની ગુંજ અને ધૂમ ધડાકા વચ્ચે એમ્બ્યુલન્સ સાયરનો પણ વાગ્યા
અમદાવાદ શહેરમાં ફટાકડાની આતશબાજીઓની ગુંજ અને ધૂમ ધડાકા વચ્ચે સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ લાવતી એમ્બ્યુલન્સની સાયરનો ગુંજતી હતી. જો કે ફટાકડાના કાનફાડ અવાજોમાં એમ્બ્યુલન્સના સાયરનના અવાજો દબાઈ ગયા હતા. જે હવે આગામી કેટલાય દિવસો સુધી સંભાળાય શકે છે. દિવાળીના દિવસે કુલ 134 કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિટેન્ડન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે દિવાળીના દિવસે કાળી ચૌદશ કરતા ઓછા કેસ આવ્યા છે પરંતુ 100ની આસપાસ કેસ રહ્યા તો 1200 બેડ ભરાતા વાર લાગશે નહીં. લોકોએ જાગૃત થવાની જરૂર છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા અડધી રાતે એક નવો વોર્ડ ખોલી દેવામાં આવ્યા હતો. તો કાળી ચૌદશની રાત્રે બે વોર્ડ ખોલવામાં આવ્યા હતા. જ્યારે આઇ.સી.યુની બે વિંગ પણ ફૂલ થઈ છે. ત્યારે જો આ પ્રકારે કોરોના કેસ વધતા રહેશે તો સિવિલમાં આઇ.સી.યુના બે વોર્ડ ફૂલ થઇ શકે છે.

ખાલી બેડ ભરાવા લાગતા કોરોનાની સ્થિતિ ફરી ભયજનક બની
દિવાળીના તહેવાર દરમ્યાન જ અમદાવાદ શહેરમાં કોરોનાનો કહેર ફરી વળ્યો છે. શહેરમાં કોરોનાના કેસો વધતા ખાનગી હોસ્પિટલો ફરી ભરાવા લાગી છે. AMC ક્વોટાની 72 ખાનગી હોસ્પિટલમાં માત્ર 20 જ ICU વેન્ટિલેટર ખાલી છે. 72માંથી 61 હોસ્પિટલમાં ICU વેન્ટિલેટર કુલ થઈ ગયા છે.હાલ 150 દર્દી વેન્ટિલેટર પર છે. ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર વગર પણ ICUના માત્ર 41 જ બેડ જ ખાલી છે. ખાનગી હોસ્પિટલમાં કોરોનાના બેડ ભરાવવા લાગતા અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ફરી ભયજનક બની રહી છે.

કયા ઝોનમાં કેટલા એક્ટિવ કેસ

ઝોનએક્ટિવ કેસ
મધ્ય ઝોન280
પશ્ચિમ ઝોન452
ઉત્તર પશ્ચિમ ઝોન464
દક્ષિણ પશ્ચિમ ઝોન451
ઉત્તર ઝોન353
પૂર્વ ઝોન381
દક્ષિણ ઝોન448
કુલ એક્ટિવ કેસ2829

શહેરમાં અત્યાર સુધીમાં 41 હજારથી વધુ કેસ અને 1884 દર્દીના મોત
અમદાવાદ શહેરમાં 14 નવેમ્બરના રોજ 198 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 174 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ થયા હતા અને બે દર્દીના મોત નિપજ્યાં હતા.આ સાથે જ શહેરમાં કુલ કેસની સંખ્યા 41,916એ પહોંચી હતી. જ્યારે મૃત્યુઆંક 1884 થયો હતો અને 37,203 દર્દી કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. જ્યારે કુલ 2829 એક્ટિવ કેસ છે.

દર્દીઓની સંખ્યામાં 25 ટકાની આસપાસનો વધારો
શહેરમાં ગત મહિના સુધી કોરોનાથી સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો હતો. પરંતુ તહેવારો નજીક આવતા મોટાભાગના વિસ્તારોમાં લોકો બેદરકાર બની માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ વગર ફરતા નજરે ચઢી રહ્યા છે. બાપુનગર, ત્રણ દરવાજા સહિતના બજારોમાં ખરીદી કરવામાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે. જેના કારણે હવે સંક્રમણનું પ્રમાણ પણ વધતું જઈ રહ્યું છે. 12 નવેમ્બર સુધી AMCની હોસ્પિટલોના એમએમસી ક્વોટામાં 408, ખાનગી ક્વોટામાં 438 જેટલા બેડ ખાલી હતા પરંતુ માત્ર 2 જ દિવસમાં AMC ક્વોટામાં 336, તેમજ ખાનગી ક્વોટામાં 298 બેડ ખાલી પડ્યા છે. એટલે કે બે દિવસમાં એએમસી ક્વોટામાં 10 ટકાની આસપાસ જ્યારે ખાનગી ક્વોટામાં 25 ટકાની આસપાસ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.

કોરોના દર્દીઓને વેન્ટિલેટરની કેમ જરૂર?
કોરોના ડ્રોપલેટ દ્વારા માણસના શરીરમાં પહોંચે છે. શરૂઆતમાં તેની અસર ગળામાં દર્દ અને ખારાશ તરીકે થાય છે. ત્યાર બાદ તાવની સાથે નિમોનિયાનાં લક્ષણ ઉદભવવા લાગે છે અને ફેફસાંઓને નિષ્ક્રિય કરવાનું શરૂ કરી દે છે. જે માણસની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય છે, તેમને વેન્ટિલેટરની જરૂરિયાત પડતી નથી, પરંતુ વધારે ઉંમર અને પહેલાંથી ગંભીર રોગથી જે વ્યક્તિ પીડિત છે તેમને એ જ સમયે વેન્ટિલેટરની જરૂર પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો