કોરોનાવાઈરસ:પૂર્વ ઝોનમાં 1 દિવસમાં 91 કેસ, અમરાઈવાડીમાં સૌથી વધુ 37

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જવાનો ડ્યૂટી પૂરી કરી આવે ત્યારે તેમને સેનિટાઈઝ કરવામાં આવે છે. - Divya Bhaskar
જવાનો ડ્યૂટી પૂરી કરી આવે ત્યારે તેમને સેનિટાઈઝ કરવામાં આવે છે.
  • શહેરમાં વધુ 16 મોત સાથે નવા 253 પોઝિટિવ

શુક્રવારે શહેરમાં કોરોનાના વધુ 253 કેસ નોંધાવા સાથે વધુ 16ના મૃત્યુ થયા હતા.  શહેરના ઉત્તર ઝોન પછી પૂર્વ ઝોનમાં એક જ દિવસમાં 91 કેસ નોંધાયા હતા. આમાં સૌથી વધુ 37 કેસ અમરાઈવાડીમાં જ્યારે ઓઢવ અને રામોલ વોર્ડમાં 15-15 કેસ નોંધાયા છે. પશ્ચિમમાં કેસની સંખ્યામાં ધીરે ધીરે ઘટાડો રહ્યો છે.  ઉત્તર ઝોનમાં 38 અને દક્ષિણ ઝોનમાં 39 કેસ નોંધાયા હતા. 
જશોદાનગર ફાયર સ્ટેશનના બે જવાનને કોરોનાનો ચેપ
શહેરમાં શુક્રવારે 16 મૃતકોમાં 4 સ્ત્રી જ્યારે 12 પુરુષનો સમાવેશ થાય છે. મૃતકોમાં 4 દર્દી જ 50 વર્ષ કે તેથી નીચેની ઉંમરના હતા. જ્યારે 12 વ્યક્તિ 50 ‌વર્ષ કરતાં વધારે ઉંમરના હતા. તો 4 મૃતકોને માત્ર કોરોનાની બીમારી હતી. જ્યારે અન્યને મલ્ટિપલ બીમારી હતી. જેમાં એક મૃતકને લીવરની તકલીફ તો અન્ય બીમારીઓ પણ હોવાનું જોવા મળ્યુ છે. મૃતકોમાં નવરંગપુરા, બાપુનગર, ઇસનપુરમાં 2 વ્યક્તિના મૃત્યુ થયા છે જ્યારે બહેરામપુરા, વેજલપુર, ગોમતીપુર, વટવા, ખાડિયા, અસારવા, ખોખરા, સરસપુર રખિયાલ, અમરાઇવાડી,મક્તમપુરા વોર્ડમાં 1 -1 વ્યક્તિના મૃત્યુ થયા છે. 
જશોદાનગર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા બે જવાનોને કોરોના પોઝિટિવ આવ્યો હતો, જેના પગલે બંન્ને જવાનોને સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
ઝોનવાર કેસ
મધ્ય- 26
પશ્ચિમ- 13
ઉત્તર પશ્ચિમ- 5
દક્ષિણ પશ્ચિમ- 29
ઉત્તર- 39
પૂર્વ- 91
દક્ષિણ- 38

અન્ય સમાચારો પણ છે...