મેઘ કહેર:રાજ્યના 7 જિલ્લાના 90 રસ્તા બંધ, રોડ બંધ થયા હોવાની સૌથી વધુ અસર દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા ત્રણેક દિવસથી રાજ્યમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં નદીઓના પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના પગલે રાજ્યના 7 જિલ્લાના કુલ 90 રસ્તા બ્લોક થયા છે. જેમાં સૌથી વધુ 34 રસ્તા દેવભૂમિ દ્વારકાના છે. જ્યારે જામનગરમાં 18 રસ્તા ભારે વરસાદ, નદીઓના પૂરના કારણે બંધ થયા છે.              

75 જેટલા પંચાયતના માર્ગો અને 12 સ્ટેટ હાઈવે બંધ                    
કચ્છ અને સૌરાષ્ટ્રના સાત જિલ્લા ભુજ, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ અને પોરબંદરમાં રસ્તાઓ બ્લોક થયા છે. જે રસ્તાઓ બંધ થયા છે. તેમાં 12 સ્ટેટ હાઈવે, 3 અન્ય માર્ગો, 75 પંચાયતના રસ્તાઓ બંધ થયા છે.

વાહન વ્યવહાર માટે રાજ્યના આટલા રસ્તા બંધ

જિલ્લોસ્ટેટ હાઈવેઅન્ય માર્ગોપંચાયતહાઈવેકુલ
ભુજ1---1
રાજકોટ-17-8
મોરબી--1-1
દેવભૂમિ દ્વારકા4-30-34
જામનગર1-17-18
જૂનાગઢ2-9-11
પોરબંદર4211-17
કુલ12375-90
અન્ય સમાચારો પણ છે...