તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવાર:ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં આજે વધુ 90 દર્દીઓ દાખલ કરાયા, હાલમાં કુલ 545માંથી 92 દર્દીઓ ICUમાં સારવાર હેઠળ

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકાર અને DRDOના સહયોગથી ક� - Divya Bhaskar
રાજ્ય સરકાર અને DRDOના સહયોગથી ક�
  • ધન્વંતરિ હોસ્પિટલમાં દર્દીની તેના સગા સાથે વાત કરાવવા કોવિડ-સાથી સેવાનો શુભારંભ કરાયો

ગુજરાત સરકાર અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO)ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યુદ્ધના ધોરણે કાર્યરત કરવામાં આવેલી ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં હવે 545 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 92થી જેટલા દર્દીઓને ઈન્ટેન્સિવ કેર યુનિટ (આઈ.સી.યુ)માં છે. આજે 1લી મેએ વધુ 90 દર્દીઓને પ્રવેશ આપી તેમની સારવાર શરુ કરવામાં આવી હતી. આમ, ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં આયોજન બદ્ધ રીતે દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.

ધન્વંતરિ હોસ્પિટલમાં એક્સ-રેથી લઈને સીટી સ્કેન સુધીની તપાસ
ધન્વંતરિ કોવિડ હોસ્પિલ તેની પૂર્ણ ક્ષમતાએ કાર્યરત થાય તે દિશામાં સુનિયોજિત પ્રયાસો હાથ ધરાયા છે અને હોસ્પિટલમાં જ સીટી સ્કેન, લોહીની તપાસ, એક્સ-રે, ડાયાલિસિસ જેવી તમામ સુવિધાઓ નાગરિકને એક જ સ્થળેથી વિના મૂલ્યે આપવામાં આવી રહી છે. આમ, અનેક દર્દીઓના સ્વજનોએ આ ઉત્તમ સુવિધા પ્રાપ્ત થતા હાશકારો અનુભવ્યો છે.

ધન્વંતરિ કોવિડ હોસ્પિટલની બહારની તસવીર
ધન્વંતરિ કોવિડ હોસ્પિટલની બહારની તસવીર

દર્દી અને સ્વજનો વચ્ચે વીડિયો કોલથી વાતચીતની સેવા શરૂ
આ ઉપરાંત દર્દીના સ્વજનમાં રહેતી ઉચાટની લાગણી દુર થાય અને તેમને દર્દીના સ્વાસ્થ્ય અંગે સાંત્વના મળે તે હેતુથી આજથી "કોવિડ-સાથી"ની મદદથી દર્દી અને તેમના સ્વજનની વચ્ચે વીડિયો કોલ દ્વારા વાતચીત કરાવવાની સેવાનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે.

દર્દીના એડમિશનથી લઈને રજા આપવા સધુ પ્રોટોકોલ નિર્ધારીત
ઉલ્લેખનીય છે કે ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની આરોગ્યની સ્થિતિના આધારે પ્રવેશ માટેની પ્રાથમિકતા નક્કી કરવામાં આવે છે. કોવિડ પોઝિટીવ રિપોર્ટ ધરાવતા અને 92થી ઓછું ઓક્સિજન લેવલ ધરાવતા દર્દીઓને જ પ્રવેશ અપાય છે. નોંધપાત્ર બાબત એ છે કે ધન્વંતરિ હોસ્પિટલમાં દર્દીને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવા માટે પ્રવેશથી માંડીને રજા આપવા સુધીના પ્રોટોકોલ નિર્ધારીત કરાયા છે, જેનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો